Tuesday, May 30, 2023
Homeરાજ્યજામનગરખાનગી કંપનીના કર્મચારી દ્વારા કંપની સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ

ખાનગી કંપનીના કર્મચારી દ્વારા કંપની સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ

- Advertisement -

જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં ખાનગી કંપનીના કર્મચારી દ્વારા ક્રેઈનનો કોન્ટ્રાકટ અપાવવાના નામે ખાનગી પેઢી પાસેથી રૂા. 8 લાખ રૂપિયાનો ફાયદો મેળવી કંપનીને નુકસાન પહોંચાડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગૌરવકુમાર સિંઘ દ્વારા ખાનગી કંપનીના કર્મચારીના હોદ્દાની રૂએ ક્રેઈનના વેન્ડર મેસર પ્યારાસીંગ એન્ડ સન્સને કોન્ટ્રાકટ આપવા માટે મદદ કરી તેની પાસેથી રૂા.8 લાખનો ફાયદો મેળવી ખાનગી કંપનીને નુકસાન પહોંચાડી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ખાનગી કંપનીના સંદિપ મુકુંદ દેસાઈ દ્વારા ફરિયાદ નોંધાવતા મેઘપર (પડાણા)ના પીએસઆઈ વાય.બી. રાણા દ્વારા આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular