વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે રાજયના દરીયા કિનારાની સુરક્ષા વધુ સધન કરવામાં આવી છે. તેમજ તાજેતરમા પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલા અનુસંધાને ભવિષ્યમા કોઈ આતંકવાદી ઘટના ન બને કે બનતી અટકાવી શકાય તે માટે જામનગર જિલ્લામા આવેલ દરિયાઈ વિસ્તારના સુરક્ષા વધુ સધન કરવામાં આવી છે. જે અનુસંધાને જામનગર જીલ્લામાં દરીયાઈ પટ્રોલીંગ વધારવામાં આવ્યુ છે. સિકકા, બેડી, જોડીયા, નવાબંદર સહીતના બંદરો પર સુરક્ષા એજન્સીઓ દ્વારા રાઉન્ડ ધ કલોક પટ્રોલીંક કરવામાં આવે છે. સાથે હાલમાં વાવાઝોડાની આગાહીના પગલે દરીયા ખેડવા પર પ્રતિબંધ હોય ત્યારે કિનારે રહેલી બોટનુ ચેકીંગ કરીને માછીમારોની ઓળખનુ વેરીફિકેશન કરવામાં આવે છે. જેમાં એસઓજી, મરીન પોલીસ, પંચકોશી એ ડિવિઝીન, પંચકોશી બી ડીવીઝન, જોડીયા પોલીસ સહીતની ટીમ વિવિધ વિસ્તારમાં કામગીરી કરી રહી છે.
