Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરફૂડ શાખા દ્વારા મિટ/ચીકનશોપના 19 આસામીઓ વિરૂધ્ધ એડી. કલેકટર સમક્ષ કેસ દાખલ...

ફૂડ શાખા દ્વારા મિટ/ચીકનશોપના 19 આસામીઓ વિરૂધ્ધ એડી. કલેકટર સમક્ષ કેસ દાખલ કરવા કાર્યવાહી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં આવેલ 19 જેટલી મિટ/ચીકનશોપની મુલાકાત લઇ એડીશનલ કલેકટર સમક્ષ કેસ દાખલ કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના હેઠળ જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે વિવિધ વિસ્તારમાં આવેલ મિટ/ચીકનશોપની 19 જેેટલી પેઢીઓની મુલાકાત લઇ સ્થળ પર રોજકામ કરવાની કાર્યવાહી કરી એડીશનલ કલેકટર સમક્ષ કેસ દાખલ કરવા મંજૂરી મેળવી 19 જેટલા આસામીઓ સામે એડીશનલ કલેકટર સમક્ષ કેસ દાખલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરમાં ટાઉનહોલ પાસે આવેલ રાધે-શ્યામ હોટલ, ત્રણબતી વિસ્તારમાં આવેલ હોટલ પ્રેસિડેન્ટ, હોટલ કલ્પના, હોટલ મદ્રાસ, આસનદાસ સ્વીટ તથા પેલેટ વેજ ટ્રીટ રેસ્ટોરન્ટ તેમજ જી.જી. હોસ્પિટલ સામે આવેલ ભારત સ્ટોલમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. અને સ્વચ્છતા જાળવવા તથા એકસપાયરી ડેટ મેઈન્ટેઇન કરવા સૂચના આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular