Thursday, August 18, 2022
Homeરાજ્યજામનગરજામનગરમાં આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે ની ઉજવણી

જામનગરમાં આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે ની ઉજવણી

- Advertisement -

- Advertisement -

દર વર્ષે 12 મી મે ઈન્ટરનેશનલ નર્સિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. જામનગરમાં પણ આજરોજ નર્સિસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં નર્સ એ આરોગ્ય સેવાઓનું અભિન્ન અંગ છે. કોઇપણ હોસ્પિટલ કે દવાખાના નર્સ વગર ચાલી જ ન શકે. નર્સ એ પોતાની શિસ્ત, કાર્યશૈલી, કૌશલ્ય, આધુનિક ટેકનિકલ જાણકારીથી સજ્જ દર્દીઓના માંદગીના દરેક તબકકે 247 સેવા કરે છે. કોરોના કાળના કપરા સમયમાં પણ દિવસ-રાત જોયા વિના તબીબો અને નર્સો એ દર્દીઓની સેવા કરી હતી. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે ની જામનગરની જી. જી. હોસ્પિટલમાં ઉજવણી કરવામાં આવી હતી. જી. જી. હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સો એ કેક કાપી આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે ની ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular