જામનગર શહેરમાં ખોડિયાર કોલોની પાસે આવેલી સોઢા સ્કૂલની બાજુમાં રહેતાં અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકના રહેણાંક મકાનમાં કોઇ તસ્કરો પ્રવેશી રૂા. 80 હજારની રોકડની ચોરી કરી ગયા હતાં.
આ ચોરીના બનાવની વિગત મુજબ મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામના વતની અને હાલ જામનગરમાં ખોડિયાર કોલોની નજીક આવેલી સોઢા સ્કૂલની બાજુમાં આવેલા સરલાબેન ત્રિવેદી ભવન આવાસની પાછળ આવેલા અર્ચના એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 105માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં કૃણાલભાઇ વિનુભાઇ મેસિયાના રહેણાંક મકાનમાં ગત્ તા. 18ના રોજ બપોરે 3.00 થી સાંજે 7.00 વાગ્યાના અરસામાં તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. દરમ્યાન મકાનમાં રહેલા કબાટમાંના પ્લાસ્ટીકના ડબ્બામાં રાખેલી રોકડ રૂા. 80,000ની રકમ લઇ પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગે કૃણાલભાઇની ફરિયાદના આધારે પીએસઆઇ કે. એચ. ચાવડાએ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા તસ્કરો વિરૂઘ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


