Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીય10 મે સુધીમાં ખેડૂતોને મળશે રૂા. 2000નો વધુ એક હપ્તો

10 મે સુધીમાં ખેડૂતોને મળશે રૂા. 2000નો વધુ એક હપ્તો

- Advertisement -

જો તમે ખેડૂત છો અને તમે પીએમ કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન યોજના) માટે નોંધણી કરાવી છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આવા ખેડૂતોને બેંક ખાતાઓમાં 2000-2000 રૂપિયા જમા કરવા જઇ રહી છે. હકિકતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત 8 મો હપ્તો આવતા અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં આવવાનું શરૂ થઇ જશે. આ હપ્તા મોકલવામાં હજુ મોડું થઇ ગયું છે. પરંતુ મીડિયા રિપોર્ટસ અનુસાર, હવે આ હપ્તો આ મહિને જાહેર કરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો પ્રથમ હપ્તો સામાન્ય રીતે 20 એપ્રિલ સુધીમાં આવે છે પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે. તમને જણાવી દઇએ કે, ટૂંક સમયમાં સરકાર તારા ખાતાઓમાં 2000-2000 રૂપિયા ક્રેડિટ જઇ રહી છે. આ યોજના અંતર્ગત સરકાર દર 3 વર્ષે હપ્તામાં ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. જેથી હવે તમને 8મો હપ્તા તરીકે પૈસા ટૂંક સમયમાં મળશે. મીડિયા રિપોર્ટસ અનુસાર 8મો હપ્તો 10 મે સુધીમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી શકે છે. જો કે, કેન્દ્ર સરકાર વતી હાલમાં કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહયું છે કે, 8મો હપ્તો મેના બીજા કે ત્રીજા અઠવાડિયામાં મોકલવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ યોજનાની મદદથી દેશભરના 9.5 કરોડ ખેડૂતોને તેમના ખાતામાં રોકડમાં આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular