Friday, March 21, 2025
Homeરાજ્યદ્વારકાથી બપોરબાદ ઉપડતી બસો રાત્રિકફર્યુના કારણે બંધ કરાઇ

દ્વારકાથી બપોરબાદ ઉપડતી બસો રાત્રિકફર્યુના કારણે બંધ કરાઇ

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઇ ગઇકાલથી રાત્રિકફર્યુ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના 21 જેટલા જિલ્લાઓમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિકફર્યુ અમલમાં છે. ત્યારે રાત્રિકફર્યુને ધ્યાને લઇ લાંબા રૂટની અનેક બસો બંધ કરવામાં આવી છે. બપોર બાદ ઉપડતી બસો મોડી રાત્રે સ્થળ ઉપર પહોંચતી હોય જેના કારણે આ બસો બંધ કરવામાં આવી છે. દ્વારકાથી બપોર બાદ ઉપડતી અનેક બસો પણ બંધ કરવામાં આવતા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે.

- Advertisement -

સવારે 11:00 વાગ્યે ઉપડતી દ્વારકા – કૃષ્ણ નગર
બપોરે 11:45 વાગ્યે ઉપડતી દ્વારકા – ભાવનગર
બપોર 4:30 વાગ્યે ઉપડતી દ્વારકા – બરોડા
સાંજે 6:00 વાગ્યે ઉપડતી દ્વારકા – અમદાવાદ
સાંજે 7:00 વાગ્યે ઉપડતી દ્વારકા – અંબાજી
સાંજે 8:00 વાગ્યે ઉપડતી દ્વારકા – ગાંધીનગર
રાત્રે 9:00 વાગ્યે ઉપડતી દ્વારકા – માંડવી
રાત્રે 1:30 વાગ્યે ઉપડતી દ્વારકા – ભાવનગર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular