Monday, October 14, 2024
Homeરાજ્યગુજરાતકોરોના કાળમાં ઘોડા ડૉકટરોનો રાફડો ફાટયો

કોરોના કાળમાં ઘોડા ડૉકટરોનો રાફડો ફાટયો

છેલ્લા બે મહિનામાં રાજયમાં 57 બોગસ ડૉકટર ઝડપાયા

- Advertisement -

ગુજરાતમાં કોરોના મહામારીમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોવાની માહિતી સામે આવી રહ્યો છે, જેના કારણે લોકોમાં ડરનો માહોલ બન્યો છે. કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ બોગસ ડોક્ટરો સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યુ હતું. જેથી ડોજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કયો હતો.

- Advertisement -

સમગ્ર ગુજરાતમાંથી છેલ્લાં બે મહિનામાં પોલીસે 57 નકલી ડોક્ટરોને ઝડપ્યા છે. સૌથી વધુ બોગસ ડોક્ટરો ગામડાઓમાં સક્રિય થયા હતા અને તેઓ ત્યાં બોગસ તબીબી સારવાર કરી રહ્યા હતા. હાલ મળતી માહિતી પ્રમાણે વડોદરા અને પંચમહાલના 4-4 નકલી ડોક્ટર, વલસાડમાં 9 અને મોરબીમાં 1 ડોક્ટર, રાજકોટ અને વડોદરા શહેરમાં 1-1 નકલી ડોક્ટર ઝડપાયા છે. પરંતું છેલ્લાં 4 દિવસમાં 20 નકલી ડોક્ટર ઝડપાતા હાહાકાર મચી જવા પામ્યો છે.

203ના આદેશને પગલે છેલ્લાં 2 મહિનાથી રાજ્યવ્યાપી ડાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 53 નકલી ડોક્ટરો વિરૂધ્ધ ગુના નોંધાયા છે અને 57 નકલી ડોક્ટરોને ઝડપ્યા છે. મોટાભાગના કિસ્સામાં બીજા રાજ્યમાંથી નકલી ડોક્ટરો અહોં આવે છે અને તેઓ કોઈ જ ડિગ્રી વગર જ ધ્વાખાના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સારવાર કરી રહ્યા છે. તા. 1 એપ્રિલથી આ ડાઈવ શરૂ કરવામાં આવી હતી. તારીખ 1 એપ્રિલથી તા 31 મે સુધીમાં રાજ્યમાં કુલ 57 બોગસ ડોકટર પકડો પાડવામાં આવ્યાં છે. 53 ગુના નોંધીને પોલીસે 57 આરોપીને ઝડપી લેવાયા છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 9 નકલી ડોક્ટર ઝડપી ગુના નોંધાયા છે. તો વડોદરા ગ્રામ્યમાં 4, પંચમહાલ જિલ્લામાં 4 અને મોરબી જિલ્લામાં એક નકલી ડોક્ટર પકડાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular