આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતના તમામ એરપોર્ટ ઉપર વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત આજરોજ જામનગર એરપોર્ટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોના મહામારીના કારણે ભારતમાં તમામ રક્ત બેંકોમાં રક્તની ઘટ્ટ થઇ છે. ત્યારે સમાજમાં રક્તદાનનું મહત્વ અને લોકોમાં જાગૃતિ ઉભી કરવા માટે તેમજ લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવા જામનગર એરપોર્ટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં જામનગર એરપોર્ટ પર કાર્યરત એરપોર્ટના કર્મચારીઓ તેમજ એજન્સીઓના કર્મચારીઓ તથા પોલીસ કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. જામનગર એરપોર્ટ પર આયોજિત આ રક્તદાન કેમ્પમાં સામવેદ વોલેન્ટરી બ્લડ બેંક અને રિસર્ચ સેન્ટરનો સહયોગ રહ્યો હતો. આ રક્તદાન કેમ્પની સાથે જામનગર એરપોર્ટ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.