જામનગર શહેરને જાનદાર, શાનદાર અને જાજરમાન બનાવવાનો સંકલ્પ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. મહાપાલિકાની આગામી ચૂંટણીઓને અનુલક્ષીને જામનગર શહેર ભાજપ દ્વારા શહેરના આગામી પાંચ વર્ષના વિકાસનો રોડમેપ દર્શાવતું સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. આ સંકલ્પ પત્રમાં કુલ 26 મુદાઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાં રીંગ રોડ, ફાટક મુકત જામનગર, અર્બન ફોરેસ્ટ, રિવર ફ્રન્ટ, તળાવોનું નવિનીકરણ અને નવા તળાવો વિકસાવવા, ઇ-બસ યોજના, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ટ્રાફિક સમસ્યા નિવારણ સહિતના મુદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ તો શહેરના સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર પાસે ભગવાન રામની વિશાળ કદની પ્રતિમા પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે. શહેરની આગવી ઓળખ ઉભી કરવાના ભાગ રૂપે આ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે. આ સંકલ્પ પત્ર આજે શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી, જામનગરના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, પ્રભારી ધનસુખ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પૂર્વ મેયર વિનોદ ખીમસૂર્યા, શહેરના મહામંત્રીઓ, વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ ઠુમ્મર જાહેર કર્યો હતો.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલાં સંકલ્પ પત્રના મુદાઓ જોઇએ તો
– જામનગર શહેરના વિકાસ નકશાને ધ્યાને રાખીને તેમજ ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને નવો રીંગ રોડ (ડી.પી. રોડ) રાવલસરથી શરૂ થઈને દરેડ બાયપાસ સુધી અંદાજિત 13 કી.મી. રીંગ રોડનું કામ હાથ ધરવાનું આયોજન.
– રીંગ રોડને 45 મી.પહોળો કરી સમર્પણથી બેડી થઈ ગુલાબનગર સુધીનું આયોજન.
– જામનગર શહેરના ડેવલોપમેન્ટ માટે જરૂરી ટી.પી. રસ્તા તથા શહેરના ડી.પી. રસ્તા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે તબક્કાવાઈઝ ખોલવાનું આયોજન તથા ટી.પી./ડી.પી. સ્કીમનું અમલીકરણનું આયોજન.
– ઠેબા જંક્શન ઉપર 6 લેન ફલાયઓવર બ્રિજના લોકાર્પણનું આયોજન.
– સમર્પણ જંક્શન ઉપર 4 લેન ફલાયઓવર બ્રિજનું આગામી સમયમાં લોકાર્પણનું આયોજન.
– તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ખંભાળીયા બાય.નાઘેડી જંક્શન ઉપર 2 લેયર ફલાયઓવર બ્રિજ ખંભાળીયા બાયપાસ જંક્શન ઉપર કામ મંજુર કરવામાં આવેલ છે જેની કામગીરી અંગેની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવાનું આયોજન.
– વિજયનગર જકાતનાકા અને પોલીટેકનિક કોલેજ પાસેના ફાટક પર બ્રિજ બનાવવાનું આયોજન.
– જામનગર શહેર ખાતે ક્લાયમેન્ટ ચેન્જ તથા ગ્લોબલ વોર્મિંગની મહદ અંશે અસર ઓછી કરવા માટે જામનગર શહેરની પેરીફેરીમાં ફોરેસ્ટ વિભાગના સહયોગથી તેમજ મહાનગરપાલિકા દ્વારા જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટી.પી. સ્કીમના ગાર્ડન હેતુના રિઝર્વ પ્લોટો, કન્ટ્રીબ્યુશન લેન્ડ વગેરે ખાતે ધનિષ્ઠ વનીકરણ-સીદુવન-ઓક્સીજન પાર્ક જેવી કામગીરી હાથ ધરવાનું આયોજન.
– આગામી 5 વર્ષમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર તથા 10 નવા ગાર્ડન અને 10 નવા અર્બન ફોરેસ્ટ બનાવવાનું આયોજન.
– શહેરમાં આવેલ તળાવોનું નવીનીકરણ તથા નવા તળાવો વિકસાવવાનું આયોજન
– રણમલ લેક ડેવલોપમેન્ટ પાર્ટ-3 એસ. ટી. બસ સ્ટેન્ડ પાસેના તળાવને ડેવલોપ કરવાનું આયોજન
– ધુંવાવ પાસેના તળાવના નવીનીકરણનું આયોજન
– લહેર તળાવનું નવીનીકરણનું આયોજન
– જમીનમાં વધતી ખારાશ અટકાવવા ગાંધીનગર પાસે નવું તળાવ બનાવવાનું આયોજન.
– જામનગર શહેર રંગમતી અને નાગમતી નદી કિનારે વસેલ છે. જેમાં રંગમતી નદીની મૂળ પહોળાઈ મુજબ પહોળાઈ વધારવા તેમજ જરૂરીયાત અને ટોપોગ્રાફી સર્વે મુજબ ઉંડી ઉતારવાની કામગીરી અને રંગમતી નદી રીજુવીનેશન પ્રોજેક્ટ રાજ્ય સરકારમાં ફેઝ-1 એટલે કે, ખોડિયાર મંદિરથી વ્હોરાના હજીરા સુધીનું ડેવલોપમેન્ટ કરવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
– રંગમતી નદી રીજુવીનેશન પ્રોજેક્ટ ફેઝ-2 કે જેમાં વ્હોરાના હજીરા બ્રિજથી ગાંધીનગર એસ.ટી.પી. સુધીનો અંદાજિત 5 કિ.મી. રીટેઈનીંગ વોલ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
– આમ, નદીના શુદ્ધિકરણ તેમજ પર્યાવરણના જતન, નદીની જીવસૃષ્ટિ (ઈકો સીસ્ટમ) જીવિત રાખવા માટે તથા રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય / આવી જતુ હોય તેને અટકાવી શકાશે. આ ખૂબ જ જરૂરી અને આવશ્યક પ્રોજેક્ટ બની રહેશે.
– જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની રીન્યુએબલ એનર્જી સ્કીમ હેઠળ જામનગર મહાનગરપાલિકાના સમ્પ, ફિલ્ટર પ્લાન્ટ, એસ.ટી.પી. પ્લાન્ટ તેમજ ઓફિસ બિલ્ડીંગ તથા આગામી વર્ષોમાં નવા બનેલા સિવિક સેન્ટર તેમજ જ્યાં જગ્યા ઉપલબ્ધ થાય ત્યાં સોલાર રૂફટોપ લગાવીને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાથી કાર્બન ઉત્સર્જન ઘટશે અને સ્વચ્છ ઊર્જાનો વપરાશ વધે તે હેતુસર આગામી 5 વર્ષનું આયોજન હાથ ધરવામાં આવશે. સોલાર પાર્ક ડેવલોપ કરવાનું આયોજન.
– આગામી ટૂંક સમયમાં 50 ઈલેક્ટ્રીક બસો જામનગર શહેરના રસ્તા ઉપર લોકોને ઉપલબ્ધ થશે જેનાથી પ્રદૂષણ ઘટશે અને ઈંધણની બચત થશે. આ બસ ઈલેક્ટ્રીક હોવાથી ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળશે અને લોકોને એર-કન્ડિશન બસની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન.
– પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 નો બીજો તબક્કો 2024 થી 2029 સુધી શરૂ થયેલ છે જે હાલ અમલમાં છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી 2 વર્ષમાં 1600 આવાસ હાપા અને માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં પ્રાઈમ લોકેશન ઉપર આવેલ આર્થિક પછાત વર્ગ માટે રહેણાંક હેતુના અનામત પ્લોટોમાં ઈ.ડબલ્યુ.એસ.-1 પ્રકારના રૂા. 7 લાખના અને ઈ.ડબલ્યુ.એસ.-2 પ્રકારના રૂા. 9 લાખના સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નવા 1600 આવાસનું નિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે.
– પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 ના બી.એલ.સી. ઘટક હેઠળ ગુજરાત સરકારએ જે લાભાર્થીઓ પોતાની રીતે ઘરનું ઘર બનાવવા માંગે છે તેઓને રૂપિયા ચાર લાખની સીધી સહાય 4 હપ્તામાં લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં જ સીધી ટ્રાન્સફર કરવામાં આવેલ છે. આ ઘટક હેઠળ જામનગર મહાનગર પાલિકામાં 750 થી વધુ લોકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ છે જે પૈકી 450 થી પણ વધુ અરજી સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલ છે. જેમ જેમ લાભાર્થી પોતાની રીતે ઘરનું બાંધકામ કરે તેમ તેમ તેઓના બેન્ક એકાઉન્ટમાં સરકાર તરફથી હપ્તા વાઈઝ સીધી સહાય ચૂકવવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.
– જામનગર મહાનગરપાલિકા હસ્તકની 24 થી વધુ વર્ષ જૂની આવાસ યોજનામાં આવેલ 1404 આવાસો કે જે જર્જરિત થયેલ છે તે પૈકીના 792 આવાસોનું સંપૂર્ણપણે પાડતોડ કરવામાં આવેલ છે. આ તમામ અસરગ્રસ્ત લાભાર્થીઓને સરકારશ્રીની જૂના આવાસોના પુન:નિર્માણની નીતિ મુજબ પી.પી.પી. ધોરણે રીડેવલોપમેન્ટ અથવા સરકાર તરફથી ગ્રાંટ પ્રાપ્ત કરી આવાસોનું પુન: નિર્માણનું આયોજન.
– હાલ 30 એમ.એલ.ડી.ના નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સમ્પનું કામ પૂર્ણ થયે ઠીચડા તથા નાઘેડી વિસ્તારમાં વસવાટ કરતા શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી વધુ વ્યવસ્થિત રીતે પહોંચાડવાનું આયોજન. હાલ ચાલુ છે જે ઓગષ્ટ-2026 સુધીમાં પૂર્ણ થઈ જશે. જેથી ઠીચડા નાઘેડી વિસ્તારોને અપૂરતા પાણી વિતરણની સમસ્યાનું નિરાકરણ આવશે.
– હાલ જે રીતે લાલપુર બાયપાસ તેમજ રણજિતસાગર રોડ ઉપર જતા ડિમોલીશનને ધ્યાને રાખીને લાલપુર બાયપાસ અને ઠેબા ચોકડી વચ્ચે મહાનગરપાલિકાની ક્ધટ્રીબ્યુશન લેન્ડમાં/ગવર્મેન્ટ લેન્ડમાં નવા 30 એમ.એલ.ડી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, GSR /ESR સમ્પનું પ્લાનીંગ આગામી વર્ષે હાથ ધરવાનું આયોજન છે.
– જરૂરીયાત મુજબ એ.સી. પ્રેશરની જૂની પાઇપલાઇન બદલાવીને નવી ડી.આઈ. પાઈપલાઈન નેટવર્કનું તબક્કાવાઈઝ બદલાવવાનું આયોજન કાર્યરત રાખવાનું આયોજન. જેથી નવા તથા જુના બધા વિસ્તારોને શુદ્ધ અને નિયમિત પાણી વિતરણ કરી શકાય.
રણજિત સાગર ડેમ રાજાશાહી વખતનો જૂનો ગ્રેવીટી ડેમ હોઈ જેના સ્ટ્રેન્ધનીંગ અને રીસ્ટોરેશન માટે ઈરીગેશન એમપેનલ્ડ ક્ધસલ્ટન્ટ પાસે ડી.પી.આર. તૈયાર કરાવીને રણજીતસાગર ડેમ સ્ટ્રેન્ધનીંગ વર્કની કામગીરી હાથ ધરવામાં આવશે.
– નાઘેડી 10 એમ.એલ.ડી. એસ.ટી.પી. પ્લાન્ટનું લોકાર્પણ આગામી સમયમાં થાય તેવું આયોજન
– ભૂગર્ભ ગટરમાં બાકી રહેતા નેટવર્ક માટે અંદાજે રૂા. 189 કરોડની દરખાસ્ત સરકારના ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન વિભાગમાં મોકલવામાં આવેલ છે. જે ગ્રાંટ પ્રાપ્તી થયે કામ આગળ ધપાવવાનું આયોજન.
– નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે અને કેમીકલયુક્ત પાણી નદીમાં ભળતુ અટકાવવા માટે 10 એમ.એલ.ડી. કોમન એફલ્યુમેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન રૂા.40 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે.
– આરોગ્ય અને શિક્ષણ.
– આગામી સમયમાં જામનગર શહેરમાં અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર (યુસીએચસી) બનાવવાનું આયોજન.
– શિક્ષણ ક્ષેત્રે આગામી સમયમાં વધારાની 4 સ્માર્ટ સ્કૂલ તથા પી.પી.પી. ધોરણે નવી 2 સ્કૂલ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે અને તબક્કાવાઈઝ તમામ સ્કૂલને સ્માર્ટ સ્કૂલમાં ફેરવવાનું આયોજન પણ કરવામાં આવેલ છે.
– હાલ કાર્યરત 2-ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પણ વધારો કરવાનું આયોજન.
– જામનગર શહેરમાં કુલ-52000 સ્ટ્રીટલાઇટ હાલ કાર્યરત છે તેમજ આગામી વર્ષમાં અંદાજે 15 કિ.મી. જેટલી સેન્ટર લાઇટ લગાવવાનું આયોજન છે. ઉજાસમય જામનગરનું સ્વપ્ન સાકાર કરાશે.
– જામનગર શહેરમાં બંને વિધાનસભા વિસ્તારમાં ઈ-લાઇબ્રેરી બનાવવાનું આયોજન. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા છાત્ર-છાત્રાઓ માટે વાંચન વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.
– વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર જામનગરની વિરાસત હોય ત્યારે બાલાહનુમાન મંદિરની આસપાસ પ્રભુ શ્રી રામની વિશાળ કદની પ્રતિમા સ્થાપન કરવાનું આયોજન. દર્શનાર્થીઓ માટે અલાયદા પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
– જામનગર શહેરમાં આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત જુદા-જુદા પ્રોજેક્ટના કામો પૂર્ણ કરવામાં આવેલ છે જેમ કે, ખંભાળિયા ગેટ, લાખોટા મ્યુઝિયમ (રણમલ તળાવની મધ્યમાં) ભૂજિયો કોઠો, પંચેશ્વર ટાવર, આગામી 2 વર્ષમાં માંડવી ટાવર રેસ્ટોરેશન વર્ક, સજુબા સ્કૂલ તેમજ દરબારગઢ પેરીફેરીમાં હેરિટેજ ફસાડ, અંક દાંડિયો મહેલ વગેરેના બ્યુટીફિકેશનનું આયોજન.
– રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું ખૂબ જ વિશિષ્ટ રીતે આયોજન કરવામાં આવતું હોય છે. જે ધ્યાને રાખીને જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલે સ્પોર્ટસ સંકુલ કાર્યરત છે. બીજા સ્પોર્ટસ સંકુલનું નિર્માણ વિશાલ હોટલ પાછળ અંદાજે 22 હજાર ચોરસ મીટર જગ્યામાં અંદાજે 42 કરોડના ખર્ચે બાંધકામ હાથ ધરવામાં આવનાર છે. જેમાં આંતરરાષ્ટ્રીય લેવલના ડાઈવીંગ સ્વીમીંગ પુલ, બાસ્કેટબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, વોલીબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ તેમજ અન્ય કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સને ધ્યાને રાખીને આ સ્પોર્ટસ સંકુલનું કામ હાથ ધરવામાં આવનાર છે.
– રાજ્ય સરકાર દ્વારા પણ જૂના બ્રુક બોન્ડ ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કાર્ય હાલે પ્રગતિમાં છે. જેનો લાભ જામનગર શહેરની આઠ લાખ જનતાને મળશે.
– શરૂ સેક્શન રોડ પાસે, ફૂટબોલ ગ્રાઉન્ડ નિર્માણનું આયોજન.
– સમર્પણ હોસ્પીટલ પાસેના રોડ પર ક્રિકેટ ગ્રાઉન્ડ નિર્માણનું આયોજન.
– જામનગર શહેરની વસ્તીને ધ્યાને રાખીને હાલે 3 ફાયર સ્ટેશન કાર્યરત છે તેમજ 3 નવા ફાયર સ્ટેશનનું કામ હાલે ચાલુ છે. જે વર્ષ 2026 અંતમાં પૂર્ણ થઈ જશે તેમજ લાંબા ગાળાના આયોજનને ધ્યાને લેતા વધારાના નવા 2 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન. ફાયર શાખા ખાતે 15 કરોડના ખર્ચે નવા ફાયર સાધનોની ખરીદીનું આયોજન.
– જામનગર શહેરમાં ટી.પી. સ્કીમના ગાર્ડન હેતુ માટેના રિઝર્વ પ્લોટમાં સ્ક્રેપનો ઉપયોગ કરીને જુદી-જુદી થીમ આધારિત વેસ્ટ-ટુ-વન્ડર પાર્ક બનાવવાનું આયોજન.
– જામનગર શહેરમાં ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે ભારે વરસાદના લીધે શહેરના જુદા-જુદા વોર્ડ, નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પાણી વધારે ભરાય છે.
– આ સમસ્યાના કાયમી સમાધાન માટે સ્ટોર્મ વોટર નેટવર્કનું અંદાજે 60 કિ.મી. લંબાઈના સ્ટોર્મવોટર નેટવર્ક ઉભુ કરવાનું આયોજન.
– જામનગર શહેરમાં ઘણા લાંબા સમયથી ત્રીજું સ્મશાનગૃહ બનાવવાની માંગ હતી. જે અન્વયે કલેક્ટર દ્વારા ચેલા પાસે સ્મશાનગૃહ બનાવવા માટે 80,000 ચોરસ ફૂટ જગ્યા નીમ કરી દેવામાં આવેલ છે. તે જગ્યામાં ત્રીજું સ્મશાન બનાવવાનું આયોજન.
– 70 એમ.એલ.ડી. એસ.ટી.પી. પ્લાન્ટ ગાંધીનગરથી સીક્કા સુધી પાઈપલાઈન નાંખી જી.એસ.એફ.સી. અને ટી.પી.એસ. જેવા ઔદ્યોગિક એકમોને પાણી આપી મહાનગરપાલિકાની આવક ઉભી કરવાનું આયોજન.
– કેન્દ્ર સરકારના ઉચ્ચ અભિગમના ભાગરૂપે કેચ ધ રેઈન પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સ્થળો પર સાંસદ સભ્ય તથા ધારાસભ્યની ગ્રાંટ અને મહાનગરપાલિકાના સથવારે વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમના ઉપયોગથી જમીનમાં વરસાદી પાણી ઉતારી જમીનમાં પાણીનું સ્તર ઉંચુ લઈ આવવાનું આયોજન પણ હાથ ધરાશે.
– રખડતા પશુઓની સાચવણી માટે વિવિધ ઢોર ડબ્બાઓ પર જરૂરી વ્યવસ્થાઓનું આયોજન અને વિવિધ ગૌ શાળાઓના સહકારથી સાચવણીનું આયોજન
– મૃત પશુઓ માટે સ્મશાન ગૃહનું આયોજન
– શ્વાનોના ખસીકરણ માટે શેલ્ટર હોમનું આયોજન
– બેડી પોર્ટ આસપાસ ફરવા લાયક સ્થળો અને નેકલેસ પાર્ક બનાવવાનું આયોજન
– પવનચક્કીથી લાલપુર બાયપાસ સુધી 6 લેન રોડનું આયોજન.
– સુભાષ બ્રીજથી ધુંવાવ સુધી સીક્સલેન રોડ અને બ્રીજનું આયોજન.
– ગઢની રાંગ અંદરના વિસ્તારમાં જગ્યાઓ પ્રાપ્ત કરી પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન.
(1) ગ્રીન રીંગ રોડ પ્રોજેક્ટ, (2) ફાટક મુક્ત જામનગર, (3) ગ્રીન કવરેજ વધારવા તથા અર્બન ફોરેસ્ટ ડેવલોપમેન્ટ, (5) રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ, (6) રીન્યુએબલ એનર્જી તથા સોલારની ઉપલબ્ધતા વધારવા બાબત, (7) પી. એમ. ઇ-બસ યોજના, (8) ઘરનું ઘર સ્વપ્ન, (9) 1404 રીડેવલોપમેન્ટ, (10) નલ-સે-જલ પાણી પુરવઠા (વિતરણ) યોજના, (11) રણજિત સાગર ડેમ સ્ટ્રેન્ધનીંગ, (12) ભૂગર્ભ ગટર નેટવર્ક આયોજન, (13) આરોગ્ય અને શિક્ષણ, (14) સ્ટ્રીટ લાઇટનું આયોજન, (15) ઈ-લાઇબ્રેરી, (16) આગવી ઓળખ, (17) રમત-ગમત, (18) નવા ફાયર સ્ટેશન અને જૂના ફાયર સ્ટેશનનું અપગ્રેડેશન, (19) વેસ્ટ-ટુ-વન્ડર પાર્ક, (20) વરસાદી પાણી સંગ્રહ અને નિકાલ, (21) ચેલા પાસે ત્રીજું સ્મશાન ગૃહ બનાવવા બાબત (22) રીયુઝ વેસ્ટ વોટર પ્લાન્ટ, (23) કેચ ધ રેઈન, (24) રખડતા પશુ નિયંત્રણ અને સારસંભાળ, (25) બેડીપોર્ટ પર્યટન, (26) ટ્રાફિક સમસ્યા અને નિવારણ સહીત માં મુદ્દાઓ ને આવરી જામનગર શહેર ને હાઈટેક સીટી બનાવવા જેમાં પ્રાથમિક સુવિધા થી લઇ આધુનિક જીવનશૈલીયુક્ત આયોજન ને આવરી લેવામાં આવેલ છે.
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરનો સંકલ્પ રજુ કરવામાં આવેલ. આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, પૂર્વ મેયર વિનોદ ખીમસૂર્યા, ઘોષણા પત્ર સમિતિ ઈન્ચાર્જ મનીષ કટારિયા, સહ ઈન્ચાર્જ સુભાષ જોષી, આશિષ જોષી, અશોકભાઈ વસિયર, મીડિયા ક્ધવીનર ભાર્ગવ ઠાકર, સહ ક્ધવીનર નિકુલદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.


