Sunday, April 11, 2021
Homeરાજ્યજામનગરજામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે બિપેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે બિપેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ

- Advertisement -

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ 2021-2023ના પ્રમુખ તરીકે બિપેન્દ્રસિંહ જાડેજા સતત બીજી વખત ચૂંટાયા છે. ગઇકાલે બિપેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચેમ્બરના કેટલાક વિભાગોના સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા હતા.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વર્ષ 2021-2023ના સત્રની પ્રમુખ તથા કારોબારી સમિતિની ચૂંટણી જાહેર થઇ હતી જેમાં ગઇકાલ તા. 26 માર્ચના રોજ બિપેન્દ્રસિંહ જાડેજાએ પૂર્વ પ્રમુખો તથા કારોબારી સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી કલ્પેશ કોટેચા સમક્ષ પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવી ઉમેદવારી પત્રક રજૂ કર્યુ હતું. ચૂંટણીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ગઇકાલે પ્રમુખ પદ માટે બિપેન્દ્રસિંહ જાડેજા સિવાય અન્ય કોઇ દાવેદાર દ્વારા ઉમેદવારી ન નોંધાવાતા બિપેન્દ્રસિંહ જાડેજાને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચેમ્બરના અન્ય કેટલાક વિભાગોના સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા હતા.
બિપેન્દ્રસિંહ જાડેજા સતત બીજી ટર્મમાં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ તકે ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular