ઓખામંડળના મીઠાપુર હેઠળના ભીમરાણામાં રહેતાં આધેડ પેટ્રોલ ભરાવવા જઇ રહ્યાં હતા ત્યારે કારને ઠોકરે ચઢતા તેનું સારવારઅર્થે ખસેડાતા જ્યાં તેનું મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા ગજરાજસિંહ શિવુભા વાઢેર (ઉ.વ.52) નામના આધેડ ગત તા. 25 જૂનના રોજ નજીકના એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જઈ રહ્યા હતા, ત્યારે મીઠાપુર નજીકના ઓખા હાઈવે માર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ નજીક પહોંચતા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે-03-એચએ-8106 નંબરના ફોર વ્હિલરના ચાલકે ગજરાજસિંહના મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે તેમને માથામાં હેમરેજ તથા પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર વિજયસિંહ ગજરાજસિંહ વાઢેરએ જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અકસ્માત સર્જીને નાશી ગયેલા ફોરવ્હીલના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


