Tuesday, July 21, 2026
Homeરાજ્યહાલારધ્રોલમાંથી ક્રિકેટનો જુગાર રમાડતો શખ્સ ઝબ્બે

ધ્રોલમાંથી ક્રિકેટનો જુગાર રમાડતો શખ્સ ઝબ્બે

ધ્રોલ ગામમાં મેમણચોક વિસ્તારમાં જાહેરમાં ક્રિકેટમેચના પ્રસારણ ઉપર જુગાર રમાડતા શખ્સને રૂા. 15 હજારના મુદામાલ સાથે ઝડપી લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ક્રિકેટના સટ્ટાના દરોડાની વિગત મુજબ ધ્રોલ ગામમાં આવેલા મેમણચોકમાં જાહેરમાં મોબાઇલ ફોનમાં આઇડી વડે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલા ત્રીજા વન-ડે મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે રેઇડ દરમ્યાન ઇમરાન સલીમ દેદરાણી (ઉ.વ.38) નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા. 5 હજારની રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂા. 15 હજારના મોબાઇલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ જુગારમાં અમદાવાદના દિનેશ તુલસી સોમૈયા નામના બૂકીના નામની કેફિયત આપતા પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular