Wednesday, December 4, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર

- Advertisement -

દેશભરમાં કોરોના વાયરસની મહામારીને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. પરિણામે અનેક ધંધાઓ પડી ભાંગ્યા છે. મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ છેલ્લા ઘણા મહિનાઓથી શાળાઓ બંધ હતી. જયારે ધો.9થી ધો.12ની શાળાઓ કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને ફરી શરુ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી પ્રાથમિક શાળાઓ ખુલી નથી. પણ પ્રાથમિક શાળાના શિક્ષકોને રોટેશન પદ્ધતિથી શાળાએ રહેવા માટે સુચના આપવામાં આવી હતી. પરંતુ હવે તેમના સમયમાં બદલાવ આવ્યો છે. અને આ નિયમ આવતીકાલથી એટલે કે 9 ફેબ્રુઆરીથી જ લાગુ કરવામાં આવશે.

- Advertisement -

કોરોનાની મહામારીના કારણે માર્ચ 2020માં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. પરંતુ શાળાના શીક્ષકોએ શાળામાં ફરજીયાત હાજર રહેવાનું હતું. પ્રાથમિક શાળાના શિક્ષકોએ પહેલા રોટેશન મુજબ શાળાએ આવવાનું હતું. અને સવારનો સમય રાખવામાં આવ્યો હતો. તેના બદલે હવે પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ આખો દિવસ શાળાએ હાજર રહેવું પડશે.હાલમાં કોરોના વાયરસના કેસોનું પ્રમાણ ઓછુ જોવા મળી રહ્યું છે. પરિણામે તા.9 ફેબ્રુઆરીથી શાળાનો સમય સવારને બદલે આખા દિવસનો કરવામાં આવ્યો છે. અને પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ ફરજીયાત શાળામાં હાજર રહેવા માટે સુચના આપવામાં આવી છે. તમામ શિક્ષકોએ શાળામાં હાજર રહીને શિક્ષણનું મુલ્યાંકન, એકમ કસોટી ચકાસણી જેવા કાર્ય કરી શિક્ષણલક્ષી કામગીરી કરવાની રહેશે.જણાવી દઈએ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  ધો.10 અને ધો.12ની શાળાઓ 11 જાન્યુઆરીથી અને ધો.9 અને ધો.11ના વર્ગો 1 ફેબ્રુઆરીથી શરુ થઇ ચુક્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular