Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં ભુજના વેપારીને એક વર્ષની જેલ સજા

ચેક રિટર્ન કેસમાં ભુજના વેપારીને એક વર્ષની જેલ સજા

- Advertisement -

જામનગર માં રહેતા અને મોરબી પંથક માં કોલસાનો વ્યવસાય કરતા વેપારી પાસેથી ભુજના એક વેપારીએ કોલસાની ખરીદી કરી હતી. અને તેની ચૂકવણી માટે ચેક આપ્યો હતો. પરંતુ ચેક અપૂરતા નાણા ભંડોળના કારણે બેંકમાંથી પરત ફરતા વેપારી દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. જે અંગેનો કેસ ચાલી જતા અદાલતે આરોપી વેપારીને એક વર્ષની જેલ સજા અને ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યો છે.

- Advertisement -

કેસની વિગત મુજબ, જામનગરમાં રહેતા અને મોરબીના પીપળીયા ગામમાં શ્રીનાથજી કોલ કોર્પોરેશનના નામથી કોલસાનો વ્યવસાય કરતા હિતેશ બાબુલાલ લાંબા પાસેથી ભુજના વેપારી નિશાંત મુકેશભાઈ શાહએ કોલસાના જથ્થાની ખરીદીની ચૂકવણી માટે આપેલો એ યુ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો રૂ.17,53,846ની રકમનો ચેક અપુરતા નાણાં ભંડોળના કારણે બેંકમાંથી પરત ફર્યો હતો. આથી હિતેશભાઇ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ મુજબ ભુજના નિશાંત સામે અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

આ અંગે નો કેસ અદાલતમાં ચાલી જતાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટએ આરોપી ભુજના પાવન ઈંપેકસ વાળા નિશાંત મુકેશ શાહને એક વર્ષની જેલ સજા અને ચેકની બમણી રકમ એટલે કે રૂા. 35,07,692 નો દંડ ફટકાર્યો હતો અને તે રકમમાંથી ચેકની રકમ નવ ટકા વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ અશોક ગાંધી રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular