Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરબેંક હડતાળ : જામનગરમાં 5,000 કરોડનું કલિયરિંગ ઠપ્પ

બેંક હડતાળ : જામનગરમાં 5,000 કરોડનું કલિયરિંગ ઠપ્પ

બેંક યુનિયન્સની દેશવ્યાપી હડતાળમાં જામનગર જિલ્લાની 110 બ્રાન્ચના 3,500 કર્મચારીઓ જોડાયા : યુકો બેન્ક પાસે બેંક કર્મચારીઓએ યોજયા દેખાવો : ખાનગીકરણનો વિરોધ

- Advertisement -

ખાનગીકરણ અને અન્ય માંગોને લઇને આજથી બેંક કર્મચારીઓની બે દિવસની બેંક હડતાળનો પ્રારંભ થયો છે. આ હડતાળમાં જામનગર શહેર અને જિલ્લાની જુદી-જુદી 110 સરકારી બેંકોની બ્રાન્ચના 3,500 જેટલાં કર્મચારી જોડાયા છે. હડતાળને પગલે આજે જામનગરમાં દિપક ટોકિઝ પાસે આવેલી યુકો બેંક પાસે એકત્ર થયેલાં કર્મચારીઓએ બેનરો સાથે ખાનગીકરણના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત બેંક વકર્સ યુનિયન જામનગરના જોઇન્ટ સેક્રેટરી કુલિન ધોળકિયાના જણાવ્યા અનુસાર બેંક હડતાળને કારણે સરકારી બેંકો મારફત થતું જામનગર જિલ્લાનું લગભગ 5,000 કરોડનું કલિયરીંગ ઠપ્પ થયું છે. બે દિવસમાં 10,000 કરોડના બેંક કલિયરીંગને માઠી અસર પહોંચવાની સંભાવના તેમણે દર્શાવી હતી. હડતાળને પગલે જામનગર શહેર અને જિલ્લાની તમામ સરકારી બેંકોમાં કામકાજ ઠપ્પ રહેતાં લોકોને સપ્તાહના પ્રારંભે રોજબરોજના વ્યવહારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જો કે, બે દિવસની હડતાળમાં ખાનગી બેંકો જોડાઇ ન હોવાને કારણે લોકોને થોડી રાહત સાંપડી હતી. તેમ છતાં કલિયરીંગ સિસ્ટમ ઠપ્પ હોવાને કારણે ચેક કિલયરીંગ થવામાં મુશ્કેલી અનુભવાઇ હતી.
જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધમાં આજથી બે દિવસની બેંક હડતાળનો પ્રારંભ થયો છે. જેમાં રાજકોટના 4 હજાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 1પ હજાર કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. બેંકોનું ખાનગીકરણ થશે તો બેંકોનો વહીવટ સરકારના નહીં, ખાનગી ઉદ્યોગગૃહોના હાથમાં જતો રહેશે તેવી ભીતિ ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
સરકારની જનધન યોજના, ખેડૂતોને સીધી રાહત, મનરેગાની રાહત, સસ્તાદરે ધીરાણ, પાક વીમાની રકમ વગેરે સેવા નફો રળવાના હેતુ સાથેની ખાનગી બેંકો પુરી પાડશે? જાહેર ક્ષેત્રની બેંકો પાસે 146 લાખ કરોડ રૂપિયાની થાપણ છે તે ખાનગી બેંકોને સોંપી શકાય ? ખાનગી બેંકોની 10 ટકા શાખાઓ પણ ગ્રામ્ય વિસ્તારમાં નથી. બેંકોની સેવા સામાન્ય ગ્રાહક માટે મોંઘી થશે તેમ જણાવવામાં આવ્યું છે.
રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણની પેરવીના વિરોધમાં આવતી કાલથી બે દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જૂનાગઢ જિલ્લાના બે હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાનાર હોવાથી બેંકોમાં અંદાજે 500 કરોડના વ્યવહારો ઠપ થઇ જશે. સરકાર બે રાષ્ટ્રીયકૃત બેંકો તથા એક વીમા કંપની ઉપરાંત આઇ.ડી.પી.આઇ. બેંકને ખાનગીકરણ કરવાનો નિર્ણયનો અમલ કરવામાં આગળ વધી રહ્યો છે. જેનો વિરોધ ઉઠયો છે.
બેંકોના ખાનગીકરણથી બેકીંગ સેવાઓ મોંઘી થશે વધુ વ્યાજે ખાનગી બેંકો ઉંચા વ્યાજે લોન ધિરાણ કરશે ખેડૂતોને ખેતીના ધિરાણો અટકી જશે ગ્રામ્ય વિસ્તારની બેંક સેવાઓ બંધ થશે અને આમ જનતાના નાણાની સલામતીનો પ્રશ્ર્ન ઉભો થશે તેવા ભવિષ્યમાં પડનારા ઘેરા પ્રત્યાઘાતો સામે દેશના પીએસયુ બેંક કર્મચારીઓની આમ હડતાલને સંયુકત કિશાન મોરચાએ સમર્થન જાહેર કરેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular