Wednesday, November 29, 2023
Homeરાજ્યજામનગરભારતમાં અંગ પ્રત્યારોપણ અને અંગદાન અંગે જાગૃતિ જરૂરી : VIDEO

ભારતમાં અંગ પ્રત્યારોપણ અને અંગદાન અંગે જાગૃતિ જરૂરી : VIDEO

મૈંરિગો સિન્સ હોસ્પિટલ દ્વારા મીડિયા વાર્તાલાપ યોજાયો

- Advertisement -

ભારતમાં અંગદાનની જરૂરિયાત વધી છે. દરવર્ષે અંદાજિત 0.5 મિલિયન લોકો એવા કારણોથી મૃત્યુ પામે છે કે, જેમને ઉપલબ્ધ ન હોય તેવા અંગ પ્રત્યારોપણ દ્વારા અટકાવી શકાયા હોય. કેટલાંક અંગો એવા છે જે વ્યક્તિના મૃત્યુ પછી પરિવારના સભ્યો દ્વારા દાન કરી શકાય છે. ખાસ કરીને બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી 7થી 8 જેટલા અન્ય લોકોને નવજીવન મળી શકે છે. આ અંગે જનજાગૃતિ વધારવાની જરૂરિયાત હોય, મૈરીંગો સીમ્સ હોસ્પિટલ દ્વારા શનિવારે પત્રકાર પરિષદ અને ત્યારબાદ ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંગ પ્રત્યારોપણ અને અંગદાન અંગેની માહિતી આપવામાં આવી હતી. આ તકે મૈરીંગો સીમ્સ હોસ્પિટલના તબીબો, જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઇ કોટક, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દાસાણી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

મૈરીંગો સીમ્સ હોસ્પિટલે અંગ પ્રત્યારોપણની જટિલતા અને ભારતમાં અંગદાનની વધેલી અને તાત્કાલિક જરુરીયાતને સંબોધવા માટે એક મીડીયા વાર્તાલાપનું આયોજન કયુર્ં હતું. વ્યક્તિ સામાન્ય રીતે અંગ પ્રત્યારોપણ માટે કેસ બની જાય છે. જ્યારે તેનું એક અંગ ખૂબ જ ખરાબ રીતે કાર્ય કરી રહ્યું હોય અથવા અંગ માનવ શરીરમાં જે કરવું જરુરી છે તે કરવામાં નિષ્ફળ જાય, અંગ પ્રત્યારોપણ વ્યક્તિના આયુષ્યમાં વધારો કરી શકે છે. જેથી વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે. અભ્યાસો દર્શાવે છે કે,ભારતમાં દરવર્ષે લગભગ 0.5 મિલિયન લોકો એવા કારણોથી મૃત્યુ પામે છે. જે તેમને ઉપલબ્ધ ન હોય તેવા અંગ પ્રત્યારોપણ દ્વારા કટકાવી શકાયા હોત.

- Advertisement -

અંગ પ્રત્યારોપણ વ્યક્તિના આયુષ્યમાં વધારો કરી શકે છે. જેથી વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે. અભ્યાસો દશાવે છે કે, ભારતમાં દરવર્ષે લગભગ 0.5 મિલિયન લોકો એવા કારણોથી મૃત્યુ પામે છે. જે તેમને ઉપલબ્ધ ન હોય તેવા અંગ પ્રત્યારોપણ દ્વારા અટકાવી શકાયા હોત.

એવા અંગો છે જે જીવંત દાતા દ્વારા દાન કરી શકાય છે અને અંગો જે વ્યક્તિના મૃત્યુ પછી પરિવારના સભ્યો દ્વારા દાન કરી શકાય છે. જીવંત દાતાઓ એક કિડની, યકૃતનો ભાગ, આંતરડા અથવા સ્વાદુપીંડનું દાન કરી શકે છે. અભ્યાસ દર્શાવે છે કે, 2020માં કુલ 5752 જીવંત દાતા પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતાં અને વધુ લોકો દાન માટે આગળ આવે છે. જેથી પરિવારના સભ્યને બચાવી શકાય. કિડની દાન એ સર્વોચ્ચ અને સૌથી સામાન્ય જીવંત દાન છે.
ડો. સિધ્ધાર્થ માવાણી, કિડની ફેલ્યોર અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન કરે છે. ‘એવો અંદાજ છે કે, ભારતમાં લગભગ 220,000 લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરુર છે. ભારતમાં અંદાજે માત્ર 7500 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. જો વધુ લોકો આગળ વધી શકે તો અમે સામાન્ય જીવન જીવવા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરુર હોય તેવા વ્યક્તિઓને સક્ષમ કરવા માટે ઘણા વધુ જીવંત બચાવી શકીએ છીએ.

- Advertisement -

ડો. વ્કિાસ પટેલ, લીવર ફેલ્યોર અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન કહે છે, યકૃત માનવ શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે અને સામાન્ય રીતે તેને કિચન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, તે પાચન, ચયાપચય, રોગપ્રતિકારક શક્તિ અને શરીરમાં પોષક તત્વોના સંગ્રહ માટે કાર્ય કરે છે. જો લીવર 70 ટકા ક્ષતિગ્રસ્ત થઇ ગયું હોય તો પણ તે કાર્ય કરી શકે છે. જ્યારે યકૃત નિષ્ફળતાના અંતિમ તબક્કામાં હોય ત્યારે જ ટ્રાન્સપ્લાન્ટની જરુર પડે છ.ે ભારતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ્સની ઉપલબ્ધતાને અંતિમ તબક્કામાં યકૃત રોગથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ માટે જીવન બચાવની પ્રક્રિયા રજૂ કરી છે અને આ એક મોટી છલાંગ આગળ છે.

પરિવારના સભ્યો દ્વારા વ્યક્તિને મૃત્યુ પછી જે અંગોનું દાન કરી શકાય છે તે છે હૃદય, કિડની, લીવર, ફેફસા, સ્વાદુપિંડ અને આંતરડા, ત્વચા, હાડકાની પેશી (કંડરા અને કોમલાસ્થિ સહિત), આંખની પેશી, હૃદયના વાલ્વ અને રક્તવાહિનીઓ પેશીના ટ્રાન્સપ્લાન્ટેબલ સ્વરુપો છે.

ડો. અનિશ ચંદારાણા, હાર્ટ ફેલ્યોર સ્પેશ્યાલિસ્ટ કહે છે હાર્ટ ફેલ્યોર એ એક સામાન્ય શબ્દ છે જે હૃદય માટે લાગુ પડે છે. જ્યારે તે શરીરમાં લોહીનો પુરતો પુરવઠો પંપ કરવાની ક્ષમતા ગુમાવી દે છે. અપૂરતા રક્ત પ્રવાહથી શરીરના તમામ કાર્યો ખોરવાઇ જાય છે અને આના પરિણામે શરીરને સતત નબળું પાડતા લક્ષણોના સંગ્રહમાં પરિણમે છે અને તેને જીવલેણ પરિવારો તરફ લઇ જાય છે. આ એવી સ્થિતિ છે. જ્યારે વ્યક્તિ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ઉમેદવાર બને છે.
હાર્ટ ફેલ્યોર અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. ધીરેન શાહ કહે છે. ભારતનો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામ એ દક્ષિણ એશિયામાં નંબર વન પ્રોગ્રામ છે. જેનો સરેરાશ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન દર 0.2 પ્રતિ મિલિયન વસ્તી (પીએમપી)ની વૈશ્ર્વિક સરેરાશ 1.06 પીએમપી (2016-2018છે) અમે વાર્ષિક 1500થી વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે સ્થિત છીએ. અમને એ કહેતા ગર્વ થાય છે કે, અમે અત્યાર સુધીમાં મૈરીંગો સીમ્સ ખાતે 34 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. અમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે સ્થિત છીએ. અમને એ કહેતા ગર્વ થાય છે કે, અમે અત્યાર સુધીમાં મૈરીંગો સીમ્સ ખાતે 34 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. અમે વધુને વધુ પરિવારોને માર્ગ અકસ્માતનો ભોગ બનેલા અથવા બ્રેઇન હેમરેજને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના હૃદયનું દાન કરવા પ્રોત્સાહીત કરીએ છીએ જેથ કરીને હૃદયની રાહ જોઇ રહેલા ઘણા વધુ લોકોના જીવ બચાવી શકાય.

ડો. મિનેશ પટેલ, ફેફસાની નિષ્ફળતા અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન કહે છે. ભારત હાલમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમો માટે વૈશ્ર્વિક સ્થાને છે. રોગગ્રસ્ત અથવા નિષ્ક્રિય ફેફસાને માત્ર ટ્રાન્સ્પ્લાન્ટ દ્વારા તંદુરસ્ત ફેફસાથી બદલતુ આવશ્યક છે. ભારતમાં ફેફસા ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા પ્રમાણમાં નવી છે. ઉતર અને પશ્ર્ચિમ પ્રદેશોમાં વધુ ફેફસાના પ્રત્યારોપણ કેન્દ્રો આવવાની સાથે અમે અંતિમ તબક્કાના ફેફસાના રોગો ધરાવતા દર્દીઓની સક્ષમ રીતે સરવાર કરવાના માર્ગ પર છીએ. અન્ય અવયવોથી વિપરીત ફેફસા સતત બાહ્ય પરિબળોના સંપર્કમાં રહે છે કારણ કે, તે વ્યક્તિ દિવસમાં 25000 વખત શ્ર્વાસ લેતી હવાને શોષી લે છે. ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરનાર વ્યક્તિઓએ સ્વચ્છ હવામાં શ્ર્વાસ લેવો. તેમના ફેફસાને સામાન્ય રીતે કમા કરવા માટે નિયમિત કસરત જાળવવી અને સમયસર દવાઓ અને ડોકટરની સલાહ સાથે તેની કાર્યક્ષમતા વધારવાની જરુર છે.

ડો. રાજીવ સિંઘલ, મૈરેન્ગો એશિયા હેલ્થકેરના એમડી અને સીઇઓ કહે છે. મૈરીંગો સીમ્સ હોસ્પિટલે એક છત નીચે બહુવિધ અંગ પ્રત્યારોપણ કાર્યક્રમો કરવા માટે પ્રથમ હોસ્પિટલ બનીને ગુજરાતમાં તબીબી માઇલસ્ટોન સ્થાપ્યો હતો. અમે અત્યાર સુધીમાં 34 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને બેન્ચમાર્ક પણ સેટ કર્યો છે. એક સંકલિત આરોગ્ય સંભાળ પ્રદાતા તરીકે અમે ભવિષ્યમાં અંગ પ્રત્યારોપણ માટે સૌથી મોટુ અને સૌથી વધુ પસંદગીનું સ્થળ બનવા માટે આવા ઘણા વધુ માપદંડો સેટ કરવાનુ લક્ષ્ય રાખીએ છીએ. અમારો ઉદેશ્ય વધેલી જાગરુકતા પેદા કરવાનો અને અમે જે લોકો સુધી પહોંચીએ છીએ તેમને શિક્ષીત કરવાનો, નિવારણ અને અંગની નિષ્ફળતાના વહેલાસર તપાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો અમે જીવન બચાવવા માટે યોગ્ય સારવાર પ્રક્રિયાઓને અનુસરવાનું લક્ષ્ય રાખીએ છીએ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, ભારતમાં માત્ર 0.01 ટકા લોકો મૃત્યુ પછી તેમના અંગોનું દાન કરે છે. આવી નબળી કામગીરી પાછળના કેટલાંક કારણોમાં જનજાગૃતિનો અભાવ, લોકોમાં ધાર્મિક કે અંધશ્રધ્ધાળુ માન્યતાઓ અને કડક કાયદાઓ છે. અમે લોકોને ખોટી અંધશ્રધ્ધા અને માન્યતાઓને દૂર કરવા અને ઘણા વધુ જીવન બચાવવા માટે અંગોનું દાન કરવા આગળ આવવા પ્રોત્સાહીત કરીએ છીએ. અંગોનું દાન અને જીવન બચાવવા કરતા કોઇ ઉચ્ચ ઉમદા કાર્ય ન હોઇ શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular