જામનગર જિલ્લા પોલીસ દ્વારા જપ્ત કરાયેલ મુદામાલનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. શુક્રવારે 12 હજાર જેટલી દારૂની બોટલોનો અંદાજીત કિમત 43 લાખની કિમતના દારૂના જથ્થાનો નાશ કરાયો હતા. શનિવારે જપ્ત થયેલા વાહનોનો નિકાલ કરવા, તેને નિયમો મુજબ કાર્યવાહી કરી જાહેર હરાજી કરવામાં આવી હતી. કુલ 493 વાહનોની હરાજી કરવામા આવી. જેમાં ટ્રાફિક પોલીસના 4 રીક્ષા અને 80 ટુ-વ્હીલર અને સીટી બી પોલીસ મથકના 409 વાહનોની હરાજી કરવામાં આવ્યા. લાંબા સમયથી પોલીસ મથકે ધૂળ ખાતા વાહનોનો નિકાલ કરવામાં આવ્યો. પોલીસ વિભાગને અંદાજે લાખોની આવક થશે. હરાજીમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બની વાહનો ખરીદી કરી હતી. જે માટે અગાઉ ફોર્મ ભરીને ટોકન મેળવીને જાહેર હરરાજીમાં વાહન ખરીદી કરવા જોડાયા હતા. જાહેર હરાજીમાં એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ટ્રાફીકના પીઆઈ ગજ્જરસાહેબ સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
