જામનગર પંચ ‘બી’ પોલીસે ચંગા પાટિયા પાસે સ્વિફ્ટ મોટરકારમાંથી પપ0 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી લઇ દારૂ તથા મોટરકાર સહિત કુલ રૂા. 5,10,000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દરોડાની વિગત મુજબ જામનગર પંચકોષી ‘બી’ ડિવિઝનના એએસઆઇ એસ. એચ. જિલરિયા તથા પો.કો. ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને લાલપુર વિભાગના મદદનિશ પોલીસ અધિક્ષક પ્રતિભાબેનના માર્ગદર્શન હેઠળ પંચ ‘બી’ પોલીસે રેઇડ દરમ્યાન જામનગર-લાલપુર રોડ પર ચંગા પાટિયા પાસે આવેલ પેટ્રોલ પંપ સામે જીજે05-જેસી-7913 નંબરની સ્વિફ્ટ મોટરકારમાંથી રૂા. 1,10,000ની કિંમતનો 550 લિટર દેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસે રૂપિયા ચાર લાખની મોટરકાર સહિત કુલ રૂા. 5,10,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મોટરકારના ચાલકની શોધખોળ હાથ ધરી હતી.