Sunday, October 13, 2024
Homeરાજ્યજામનગરજામનગરના રામેશ્વનગરમાં મહિલા સહિત બે વ્યક્તિ ઉપર હુમલો

જામનગરના રામેશ્વનગરમાં મહિલા સહિત બે વ્યક્તિ ઉપર હુમલો

ત્રણ શખ્સો તલવાર-છરી અને પાઈપ વડે તૂટી પડયા : સામા પક્ષે પાઈપ વડે વળતો હુમલો : સામાસામા હુમલામાં પાંચ ઘવાયા : પોલીસ દ્વારા સામાસામી ફરિયાદ નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના રામેશ્વનગર ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં બે પરિવારો વચ્ચે સામસામી સશસ્ત્ર હુમલામાં પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી આગળની તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વનગર ક્રિષ્ના પાર્ક શેરી નં.3 માં રહેતા તબસુમ સૈયદ નામના મહિલા ઉપર મહમદ સફિયા, કનકસિંહ જાડેજા અને ચિરાગ પટેલ નામના શખ્સોએ લાકડાના ધોકા, છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાને બચાવવા વચ્ચે પડેલા વ્યકિતને હુમલાખોરોએ માર માર્યો હતો તેમજ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. આ હુમલામાં સામાપક્ષે કનકસિંહ જાડેજા, ચિરાગ પટેલ અને મહમદ સફિયા ઉપર સુનુ સૈયદ અને તેના પુત્ર એ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ વ્યકિતઓને ઈજા પહોંચી હતી.

સામાસમા થયેલા હુમલામાં ઘવાયેલા મહિલા સહિતના પાંચ વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો એમ.પી.ગોરાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ તબસુમ મહમ્મદ સૈયદના નિવેદનના આધારે મહમદ સફિયા, કનકસિંહઅને ચિરાગ પટેલ વિરૂધ્ધ તથા સામા પક્ષે કનકસિંહના નિવેદનના આધારે સુનુ સૈયદ અને તેના પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular