Friday, March 29, 2024
Homeરાજ્યમીઠાપુરમાં દારૂના દરોડો પાડવા ગયેલા પોલીસ સ્ટાફ ઉપર હુમલો

મીઠાપુરમાં દારૂના દરોડો પાડવા ગયેલા પોલીસ સ્ટાફ ઉપર હુમલો

મારી નાખવાની ધમકી આપવા સબબ યુવતી સહિત ત્રણ સામે ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો

- Advertisement -

ઓખા મંડળ ખાતેના આરંભડા વિસ્તારમાં ગત સાંજે દારૂ અંગેની કામગીરી કરવા ગયેલા પોલીસ સ્ટાફ પર આ વિસ્તારના રહીશો એવા બે શખ્સો તથા એક યુવતી દ્વારા લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે હુમલો કરીને બિભત્સ ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકાના મીઠાપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ખીમાંણંદભાઈ પબાભાઈ આંબલીયા તથા સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે ઢળતી સાંજે દારૂ અંગેની હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત આરંભડા વિસ્તારમાં ધરારનગર ખાતે રહેતા એક પરિવારના રહેણાંક મકાને ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સ્થળે રહેલા ભાવનાબેન કરસનભા મકવાણા નામની યુવતીએ કામગીરી કરી રહેલા પોલીસ સ્ટાફને અટકાવી, લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ કર્મચારીને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત સાથે રહેલા આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો કરસનભા મકવાણા અને કનુભા કરસનભા મકવાણા નામના શખ્સોએ પોલીસ સ્ટાફ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી, મૂઢ ઈજાઓ પહોંચાડી હતી.

આમ, દારૂ અંગેની કાર્યવાહી માટે ગયેલા પોલીસ કર્મચારીઓ ઉપર ત્રણેય આરોપીઓએ હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, તેમના દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આમ, ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, હુમલો કરવા સબબ મીઠાપુર પોલીસે ખીમાભાઈ આંબલીયાની ફરિયાદ પરથી યુવતી સહિત ત્રણેય સામે આઈપીસી કલમ 332, 333, 294 (ખ), 504, 506, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પીઆઈ પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular