જામનગર શહેરની જી. જી. હોસ્પિટલમાં વાયરલ ઈન્ફેકશનના કેસોના દર્દીઓ વધતાં કેસબારીઓ ઉપર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. વરસાદ બાદ રોગચાળો ફેલાયો હોય. તંત્રની કામગીરી સામે સવાલો ઉઠયા છે. જી. જી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડથી ખાટલા ખુટે તેવી સ્થિતિ સર્જાઈ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દવાઓનો છંટકાવ સહિતની કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો હોય. લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
જામનગર શહેર-જિલ્લામાં ગત મહિને થયેલા ભારે વરસાદને પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતાં. જેના પરિણામે અનેક વિસ્તારોમાં ગંદકીના ગંજ છવાયા હતાં. હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર ગંદકીને પરિણામે વાયરલ ઈન્ફેકશનના કેસો વધી રહ્યા છે. જામનગરની જી. જી. હોસ્પિટલમાં તાવ, શરદી, પેટમાં દુ:ખાવા સહિતના કેસોના દર્દીઓથી ઉભરાઇ છે. શહેરમાં અનેક વિસ્તારોમાં તાવ-શરદી-ઉધરસના કેસોનું પ્રમાણ વધ્યું છે. જેને પરિણામે જી. જી. હોસ્પિટલમાં કેસબારીએ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. જેના પરિણામે આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલો ઉઠયા છે.
શહેરમાં રોગચાળો ફેલાયો હોય જામનગર મહાનગરપાલિકા તથા આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલો ઉઠયા છે. શહેરમાં અનેક સ્થળોએ હજુ પણ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા હોય. તંત્ર દ્વારા દવાઓના છંટકાવ સહિતની કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. જેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. જી. જી. હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાતા ખાટલા ખૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. વાયરલ રોગચાળો વધતા જી. જી. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ છે અને દર્દીઓની લાંબી કતારોમાં ઉભવાનો વારો આવ્યો છે. જેના પરિણામે દર્દીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.