Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરત્રણ ટીપી સ્કીમમાં જામ્યુકોને મળ્યો 700 કરોડનો દલ્લો

ત્રણ ટીપી સ્કીમમાં જામ્યુકોને મળ્યો 700 કરોડનો દલ્લો

મંજૂર થયેલી ટીપી સ્કીમ નં. 11,20,21માં જામ્યુકોને મળશે રૂા. 700 કરોડ કિંમતની કુલ 110 હેકટર જમીન: 40 હેકટર જમીનનું વેચાણ કરી રોકડી કરી શકાશે

- Advertisement -

તાજેતરમાં રાજય સરકારે જામનગર મહાપાલિકાની કુલ ત્રણ નવી ટીપી સ્કીમને મંજુરી આપી છે. રાજય સરકારે મંજૂર કરેલી આ ત્રણેય ટીપી સ્કીમ જામનગર મહાપાલિકા માટે કુબેરના ખજાના સમાન સાબિત થશે આ ત્રણેય ટીપી સ્કીમથી જામનગર મહાપાલિકાને અંદાજે 700 કરોડની કિંમતની જમીન પ્રાપ્ત થશે. જે પૈકી 350 કરોડની કિંમતની જમીનનું વેચાણ કરીને કંગાળ નાણાંકિય સ્થિતિનો સામનો કરી રહેલી મહાપાલિકા રોકડ દલ્લો પ્રાપ્ત કરી શકશે. રાજય સરકાર દ્વારા થોડા દિવસો પહેલાં જ લાંબા સમયથી અટકી પડેલી જામનગર મહાપાલિકાની ટીપી સ્કીમ નંબર 11, 20 અને 21ને મંજૂરી આપી હતી. કુલ 550 હેકટરમાં ફેલાયેલી આ ટીપી સ્કીમોના કુલ ક્ષેત્રફળ પૈકી 110 હેકટર જમીન જામનગર મહાપાલિકાને પ્રાપ્ત થશે. જામ્યુકોની ટીપીડીપી શાખાના અધિકારી મુકેશ ગોસાઇના જણાવ્યા અનુસાર મહાપાલિકાને પ્રાપ્ત થયેલી કુલ 110 હેકટર જમીનની હાલની બજાર કિંમત અંદાજે રૂા. 700 કરોડ થવા જાય છે.

- Advertisement -

આ 110 હેકટર જમીન પૈકી 40 હેકટર જમીન જામનગર મહાપાલિકા વેચાણ કરી શકશે અને તે દ્વારા આવક ઉભી કરી શકશે. જયારે બાકીની 70 હેકટર જમીન જાહેર સુખાકારી અને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે અનામત રહેશે. જેમાં સ્કૂલ, બાગબગીચા, તળાવ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ વગેરે માટે અનામત રહેશે. આમ જામનગર મહાપાલિકાને પ્રાપ્ત થનારી 700 કરોડની જમીન પૈકી 350 કરોડની જમીન વેચીને રોકડી કરી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular