ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાના આદેશ અનુસાર તા. 28-10-2021ના રોજ જામનગર જિલ્લા પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયાના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી 2022 વિધાનસભા માટે સંગઠનને મજબૂત બનાવવાના ભાગરુપે મોટીખાવડીના પ્રદીપસિંહ વાળાને જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે નિમણૂંક આપવામાં આવી છે.