Friday, March 29, 2024
Homeરાજ્યજામજોધપુરના યુવકના 7 મહિના પહેલા થયેલ રહસ્યમય મોત અંગે ડીજીપીને અરજી

જામજોધપુરના યુવકના 7 મહિના પહેલા થયેલ રહસ્યમય મોત અંગે ડીજીપીને અરજી

અમેરિકા સ્થિત રહેતી માતાએ તપાસની માગ કરી

- Advertisement -

જામજોધપુરમાં રહેતા એક યુવકનો ગત તા.12ઓગસ્ટના રોજ રાજકોટ જીલ્લાના ઉપલેટા ગામેથી મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનું મૃત્યુ કયા કારણોસર નીપજ્યું તે અંગે 7 મહિના વીતી ગયા હોવા છતાં પોલીસ દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને યુવકના મૃત્યુ સમયે તેની સાથે હતા તે શખ્સોએ યુવક સાથે ઝઘડો થયા હોવાનું ખોટું કારણ દર્શાવી ઉપલેટા પોલીસ દફતરમાં અરજી કરી છે.પરંતુ પોલીસને આર્થિક અને રાજકીય દબાણ હોવાથી હજુ સુધી મોતનું સાચુ કારણ સામે ન આવતા મૃતક યુવકના અમેરિકા સ્થિત રહેતા માતાએ ગાંધીનગર ડીજીપીને અરજી લખી નિષ્પક્ષ રીતે તપાસની માંગ કરી છે.

- Advertisement -

જામજોધપુરના રહીશ ઉદયભાઈ કાંજીયાનું તા.12/8/2020 ના રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામે રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. આ રહસ્યમય મૃત્યુ અંગે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવા ઉદયની અમેરિકા સ્થિત માતા નીતાબેન મનસુખભાઈ કાંજીયા ડીજીપીને ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યા મુજબ, તેમના પુત્રનું 12/08/2020 ના રોજ રહસ્યમત સંજોગોમાં મોત થયેલ જેમાં સંબંધિત કસુરવાર ઈસમો દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં મીલા પીપણું કરી સામી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ અંગે મૃતકના પરિવારે ફરિયાદ દાખલ કરવાનું કહેતા ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પોસ્ટમ પોર્ટમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ આવે પછી ફરિયાદ દાખલ કરશું તેવું બહાનું બતાવ્યું હતું.
ઉદયના મૃત્યુને સાતમહિના વીતી ગયા બાદ અને પીએમ રિપોર્ટ આવી ગયો હોવા છતાં ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી. તેમજ ઉદય કાંજીયાના મરવાના બનાવના સમયે સાથે રહેલ શખ્સો વગ ધરાવતા હોય સ્થાનિક પોલીસ ઉપર રાજકીય તેમજ આર્થિક દબાણ લાવી પોતાનું દુષ્કૃત્ય છૂપાવવા મરણજનાર ઉદય સાથે ઝઘડો થયાનું ખોટું કારણ દર્શાવી ખોટી રીતે શખ્સો દ્વારા ફરિયાદી બનાવી ફરિયાદ દાખલ કરેલ છે. આમ ઉપલેટા પોલીસ ઉપર સામાજિક આર્થિક દબાણ કરેલ હોઇ રહસ્યમય મોતનું સાચુ કારણ બહાર આવી શકયું નથી. ત્યારે આ અરજીના પગલે પોલીસ હરકતમાં આવતા જામજોધપુર પોલીસ દ્વારા ઉદયની માતાનું નિવેદન નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે. નિવેદનમાં પણ ઉદયની માતા નીતાબેન દ્વારા જણાવેલ કે, ઉદયના રહસ્યમત મોતની નિષ્પક્ષ તપાસ થાય અને પીએમ રિપોર્ટ આવી ગયો હોય ફરિયાદ દાખલ કરી તેના પુત્રના મોતનું સાચુ કારણ બહાર આવે.આ બનાવમાં પોલીસેની કામગીરી અંગે પણ સવાલ ઉઠયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular