Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ખાણીપીણીની લારીઓ ચાલુ કરવા સવારે આવેદનપત્ર, બપોરે જામ્યુકો દ્વારા મંજૂરી

જામનગરમાં ખાણીપીણીની લારીઓ ચાલુ કરવા સવારે આવેદનપત્ર, બપોરે જામ્યુકો દ્વારા મંજૂરી

વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા કરાઇ હતી રજૂઆત

- Advertisement -

જામનગર શહેરમાં ખાણીપીણીની લારીઓ બંધ કરાવી હોય તેને ફરી ચાલુ કરવાની માંગણી સાથે વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા શુક્રવારે સવારે આવેદનપત્ર પાઠવ્યું હતું અને બપોર બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની પાણીપુરી, બરફના ગોલા, શેરડીના રસ સહિતના વેંચાણો ફરી શરૂ કરવા મંજૂરી આપી હતી.

- Advertisement -

જામનગરમાં કોલેરાના કેસો વધતા જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાણીપીણીની રેંકડીઓ બંધ કરાવી હતી. જેને લઇ વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા ખાણીપીણીના રેંકડીધારકોને સાથે રાખી કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ફુડ શાખા દ્વારા શહેરના રસ્તાઓ ઉપરની ખાણીપીણીની લારીઓ બંધ કરાવી છે પરંતુ શહેરમાં આવેલ એકપણ હોટલ બંધ કરાવવામાં આવી નથી તો શું ફકત રસ્તા પરની લારીઓ પરથી જ થાય છે ? હોટલમાં જમવાની શું બીમારી ન થાય ? આથી શહેરમાં આવેલી હોટલો તહેવાર પૂરતી બંધ કરાવો અથવા ખાણીપીણીની લારીઓ બંધ કરાવી છે તે ફરીથી ચાલુ કરાવો.

સવારે આવેદનપત્ર આપ્યા બાદ બપોરબાદ જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પરિપત્ર જાહેર કરી શહેરમાં ગત તા.22 જુલાઈથી બંધ કરાયેલ પાણીપુરી, બરફના ગોલા, સરબત, શેરડીનો રસ સહિતના વેંચાણ બંધ કરાવ્યા હોય તે બધા પરથી તા.17 ઓગસ્ટથી પ્રતિબંધ હટાવી લેવાનું જાહેર કર્યુ છે. આથી તા.17 થી આવી ખાણીપીણીની લારીધારકો ફરીથી વેંચાણ કરી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular