Thursday, June 17, 2021
Homeમનોરંજનઅમિતાભ બચ્ચને કોરોનામાં લાખો લોકોની કરી છે મદદ, ટ્રોલ થવા પર આખું...

અમિતાભ બચ્ચને કોરોનામાં લાખો લોકોની કરી છે મદદ, ટ્રોલ થવા પર આખું લીસ્ટ શૅર કર્યું

- Advertisement -

દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીમાં દેશની મદદ ન કરતા ઘણા જાણીતા ચહેરાઓ ટ્રોલ થઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી અમિતાભ બચ્ચનની પણ ટીકાઓ થઇ રહી છે. અને લોકો કહી રહ્યા છે કે કોરોનાની મહામારીમાં તેઓએ મદદ નથી કરી. લોકોની આ ટીકાઓથી કંટાળીને બીગ બી એ એક આખું લીસ્ટ શેર કરી દીધું છે.

- Advertisement -

જેમાં કોરોનાની  મહામારીમાં અત્યાર સુધી તેમણે જે પ્રકારે મદદ કરી તે જણાવ્યું છે. બિગ બીએ કહ્યું હતું કે તેમને રોજ મળતી ગાળો તથા અપમાનજનક ટિપ્પણીઓની ગંદકીનો સામનો કરવાને બદલે આ લિસ્ટ પહેલાં જ શૅર કરી દેવાની જરૂર હતી. અમિતાભે પોતાના બ્લોગમા દિલ્હીમાં એક કોવિડ કૅર ફેસિટિલટીને આપેલા 2 કરોડ રૂપિયાના ડોનેશનનો પણ ઉલ્લેખ કર્યો છે.

ગયા વર્ષે કોરોના દરમિયાન 4 લાખ રોજમદાર શ્રમિકોને એક મહિનાનું કરિયાણું આપ્યું. શહેરમાં પાંચ હજાર લોકોને રોજ બે ટાઈમ ભોજન આપ્યું. ફ્રન્ટ લાઈન વૉરિયર્સ તથા હોસ્પિટલ્સને હજારો માસ્ક, PPE કિટ, સેનિટાઈઝર આપ્યા. આ ઉપરાંત  શિખ સમુદાયને ડોનેશન આપ્યું. શ્રમિકો જ્યારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે અનેકની પાસે પગમાં ચંપલ નહોતા. અનેક લોકોને ચંપલ આપ્યા.

- Advertisement -

આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશના 1500થી વધુ ખેડૂતોની બેંક લોન મેં ચૂકવી અને તેમને આત્મહત્યા કરતાં બચાવ્યા. 300થી વધુ લોકો આવી શક્યા નહીં, 50 લોકો માટે ટ્રેનનો કોચ બુક કરાવ્યો. તેમને મુંબઈ બોલાવ્યા, બસ મોકલી, મુંબઈ દર્શન કરાવ્યા, ઘરે બોલાવીને જમાડ્યા તથા લોન કેન્સલના સર્ટિફિકેટ આપ્યા અને તેમને મારા ખર્ચે જ ઘરે મોકલ્યા.

શહીદ જવાનોની યાદી મગાવવામાં આવી અને તેમના પરિવાર, પત્ની તથા તેમના બાળકો, કેટલીક ગર્ભવતી શહીદ વિધવાઓને જરૂર પ્રમાણે મદદ કરી. પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને જનક બંગલે બોલાવ્યા. અભિષેક-શ્વેતાના હાથે મદદ આપી.

- Advertisement -

નાણાવટી હોસ્પિટલને ગયા અઠવાડિયે 3 કોવિડ ડિટેક્શન મશીન ડોનેટ કર્યા.

BMCને વેન્ટિલેટર્સની જરૂર હતી તો મેં 20 મગાવ્યા, 10 આવી ગયા છે. જુહૂ લોકેશનમાં 50 બેડની હોસ્પિટલ બની રહી છે, તો તેના સેટઅપ માટે ડોનેશન આપ્યું.

શહાની ઝૂંપડપટ્ટી તથા ગરીબ વસ્તીના હજારો લોકોને ભોજન મોકલી રહ્યો છું. બે બાળકોને દત્તક લીધા છે. આ બંને બાળકોના પેરેન્ટ્સ કોરોનામાં ગુજરી ગયા હતા. આ બંને બાળકોને હૈદરાબાદના અનાથાશ્રમમાં મોકલ્યા છે. તેમનો અભ્યાસનો ખર્ચ ઉઠાવી રહ્યા છે બીગ બી.

ઉત્તર પ્રદેશ-બિહારના અનેક જિલ્લા માટે 30 બસો બુક કરી. પૂરી યાત્રા દરમિયાન ભોજન-પાણી આપ્યું.

    મુંબઈથી ઉત્તર પ્રદેશ જતી આખી ટ્રેન બુક કરી, જેમાં 2800 પ્રવાસીઓને મોકલ્યા. તે તમામને મારા    ખર્ચે મોક્યા. જ્યારે રાજ્યોએ ટ્રેન કેન્સલ કરી તો તરત જ 3 ચાર્ટર ઈન્ડિગો પ્લેનના માધ્યમથી પ્રવાસીઓને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન તથા જમ્મુ કાશ્મીર મોકલ્યા.

બંગલા સાહિબ ગુરુદ્વારાને એક આખું ડાયગ્નોસ્ટિક સેન્ટર આપ્યું. મારા નાના-નાની તથા માતાની યાદમાં MRI તથા સોનોગ્રાફી મશીન આપ્યું.

450 બેડનું એક કેર સેન્ટર સેટ અપ માટે રકાબગંજ ગુરુદ્વારામાં ડોનેશન આપ્યું. ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ ટૂંક સમયમાં મોકલવામાં આવશે. દિલ્હીમાં જરૂર વધારે છે તો ત્યાં અને થોડાંક મુંબઈમાં. 50 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ પોલેન્ડથી 15 મે સુધીમાં આવી જશે. બાકી 150 અમેરિકાથી આવશે. ઓર્ડર કરવામાં આવ્યા છે. કેટલાંક હોસ્પિટલને પણ મોકલવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular