અમરનાથ યાત્રાની તારીખો જાહેર થઇ ચૂકી છે. દર વર્ષે જામનગર શહેર જિલ્લામાંથી પણ યાત્રાળુઓ મોટી સંખ્યામાં અમરનાથ યાત્રાએ જતાં હોય છે. અમરનાથ યાત્રાએ જતાં યાત્રીકોને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ વર્ષે પણ રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. જામનગર શહેરમાં ભુજીયા કોઠા નજીક આવેલ પંજાબ નેશનલ બેંકમાં અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થયું છે. સવારથી જ રજીસ્ટ્રેશન માટે લોકો ઉમટયા હતાં. અહિં રોજના 36 લોકોના રજીસ્ટ્રેશન માટે મંજુરી મળી હોવાનું બેંક દ્વારા જણાવાયું હતું.


