Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગર સાયકલિંગ કલબ દ્વારા જામનગર રનર કલબનો પણ પ્રારંભ

જામનગર સાયકલિંગ કલબ દ્વારા જામનગર રનર કલબનો પણ પ્રારંભ

- Advertisement -

જામનગર સાયકલિંગ કલબ દ્વારા સાયકલિંગ કલબની સાથે સાથે જામનગર રનર કલબ પણ શરૂ કરવામાં આવી છે. હાલના સમયમાં ભાગદોડભરી જિંદગી અને ટેન્શનભરી જિંદગીમાં સ્વાસ્થ્યની તકેદારી અત્યંત આવશ્યક છે. જેને ધ્યાને લઇ જામનગર સાયકલિંગ કલબ સાયકલસવારીના કાર્યક્રમો તો કરતાં જ હતાં. તેની સાથે સાથે હવે જામનગર રનર કલબની પણ શરૂઆત કરવામાં આવી છે.જામનગર રનર કલબ એ એક સ્વૈચ્છિક સંગઠન છે. જેમાં સ્પોર્ટસ થકી તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલીથી લોકોને પ્રોત્સાહીત કરવાનો હેતુ છે. આજરોજ ગુરુનાનક જયંતિના પાવન દિવસે તળાવની પાળ, પાબારી હોલ પાસે આવેલ દોડતા પુતળા ખાતેથી રનર કલબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલબમાં જોડાવા માટે ઇન્સ્ટાગ્રામમાં #Jamnagar Runners Clubનો સંપર્ક કરી શકાશે. તેમાં કોઇપણ જાતની ફી નથી. ફકત સકારાત્મક અભિગમ સાથે જોડાઇ સ્વાસ્થ્ય તકેદારીનો હેતુ છે. લોકો હિંમત વિશે ગેરસમજ સાથે વિચારે છે કે, તેમનામાં હિંમત નથી પરંતુ હિંમત એવી વસ્તુ છે કે, તેના દ્વારા લોકો અનેક ઉપલ્બિધઓ મેળવી શકે છે. જામનગર રનર કલબ દ્વારા લોકોને પ્રેરિત કરવામાં આવશે. આ ગ્રુપના બાર સભ્યો આગામી તા. 28 નવે.ના રોજ યોજાનાર અદાણી મેરેથોનમાં 42.22 કિ. મી. ની દોડમાં ભાગ લેવા જઇ રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular