Sunday, October 13, 2024
Homeરાષ્ટ્રીયઅમેઠીમાં બનશે AK-203

અમેઠીમાં બનશે AK-203

6 લાખ એસોલ્ટ રાઇફલ બનાવવા રશિયા સાથે કરાર

- Advertisement -

ભારત અને રશિયાએ ઉત્તર પ્રદેશના અમેઠીમાં નવી ફેકટરીમાં 6 લાખ એકે203 એસોલ્ટ રાઈફલો બનાવવાનો કરાર કર્યો છે. કાલાશ્નિકોવ રાઈફલો ભારતીય દળોની ઈનસાસ રાઈફલનું સ્થાન લેશે.આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ કેન્દ્ર સરકારનું આ પગલું મહત્વનું માનવામાં આવે છે. રક્ષા મંત્રાલયે મંગળવારે રશિયા અને ભારત વચ્ચે 6 લાખ એકે203 એસોલ્ટ રાઈફલો અમેઠી ખાતે એક નવી ફેકટરીમાં બનાવવાના સોદાને મંજૂરી આપી છે. ભારતમાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનની મુલાકાત અગાઉ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા આ સંબંધે નિર્ણય લેવાયો છે.

- Advertisement -

આ રાઈફલો સંયુક્ત સાહસ તરીકે બનાવવામાં આવશે. નિષ્ણાંતોના મતે એકે47નો આધુનિક અવતાર ગણાતી એકે 203 ભારતીય દળો માટે મહત્વની સાબિત થઈ શકે છે. નોંધનીય છે કે ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઈફલ યુનિટો અને ઈન્ફન્ટ્રી રેજિમેન્ટ્સ કાલાશ્નિકોવનો સૌથી વધુ ઉપયોગ કરે છે. નક્કી કરાયેલા સોદા મુજબ ભારત અને રશિયા અમેઠીમાં નવી ફેકટરી ખાતે 6,01,427 એકે203 એસોલ્ટ રાઈફલોનું ઉત્પાદન થશે. બંને દેશો વચ્ચે ટેકનોલોજીના ટ્રાન્સફરની પ્રક્રિયાના હિસ્સા તરીકે પહેલી 70,000 રાઈફલોમાં રશિયન બનાવટના કમ્પોનન્ટ વાપરવામાં આવશે. 70,000 રાઈફલોનો પ્રથમ જથ્થો ભારતીય સેનાને ઉત્પાદન શરૂ થયાના 32 મહિના બાદ આપવામાં આવશે. રશિયન ડિફેન્સ એક્પોર્ટ એજન્સી અનુસાર, એકે203 એસોલ્ટ રાઈફલો સચોટતા અને તેની મજબૂતી માટે જાણીતી હતી. એજન્સીએ એમ પણ જણાવ્યું કે આધુનિક ડીઝાઈનમાં રાઈફલમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે જેનાથી તે વધુ ટકાઉ બની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular