Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરકૃષિમંત્રી આર.સી. ફળદુ દ્વારા ફાયર શાખાના કંટ્રોલ રૂમ ખાતે હાજર રહી પરિસ્થિતિનો...

કૃષિમંત્રી આર.સી. ફળદુ દ્વારા ફાયર શાખાના કંટ્રોલ રૂમ ખાતે હાજર રહી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

- Advertisement -

વાવાઝોડા સંદર્ભે જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા વાવાઝોડાની અસરને પહોંચી વળવા અનેકવિધ પગલાંઓ લેવામાં આવ્યા હતાં. વાવાઝોડા દરમિયાન લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર શાખા ખાતે 24 x 7 કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો હતો. જ્યારે ગઇકાલે રાજ્યના કૃષિમંત્રી અને જામનગરના ધારાસભ્ય આર.સી. ફળદુ સહિતના અધિકારીઓએ સતત ક્ધટ્રોલ રૂમ ખાતે હાજર રહી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ તકે કૃષિમંત્રી આર.સી. ફળદુની સાથે જામનગરના મેયર બીનાબેન કોઠારી, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, સ્ટે.ચેરમેન મનિષભાઇ કટારીયા, શિક્ષણ સમિતિના ચેરમેન આકાશભાઇ બારડ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, કોર્પોરેટર દિવ્યેશભાઇ અકબરી, ચીફ ઓફિસર કે.કે. બિશ્ર્નોઇ વગેરે સતત હાજર રહ્યાં હતાં અને જામનગરની પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular