સગીરા સાથે દુષ્કર્મના કેસમાં અરોપીને 20 વર્ષની સજા તથા દંડ અને ભોગ બનનારને કમ્પનસેશનના એક લાખ રૂપિયા ચૂકવવા અદલતે હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ, ફરિયાદીની સગીર વયની (15 વર્ષ 4 માસની) પુત્રીને તેના પાડોશમં રહેતા તથા કૌટુંબિક ભાઈ અરોપી રાજેશ મેરૂ ખરા (રહે. ખટીયા, તા. લલપુર, જી. જામમનગર) એ સગીરાને લલચાવી મોબાઇલ ફોન આપી તેણીની સાથે પ્રેમ સંબંધ કેળવી લગ્નની લાલચ આપી તેણીને ડુંગરાળી સીમમાં બોલાવી ભોગ બનનાર સાથે તેણીની ઈચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તા.20/11/2018 ના રોજ ફરિયદાી વાડીએ ગયા હોય ત્યરે બપોરના સમયે ભોગ બનનારને પોતાના મોટરસાઈકલમાં બેસાડી જૂનાગઢ લઇ ગયો હતો અને ત્યાંથી પરત કાલાવડ અવાી આરોપીએ જામકંડોરણાથી ઝેરી દવા લીધી હતી. અને મછલીવડ પાસે એક નાળ પાસે અરાોપીએ લગ્ન કરવાનું કહેતા ભોગ બનનારને ત્યાં દવા પીવડાવી હતી અને બાદમં જી. જી. હોસ્પિટલમાં ભોગ બનનારની સારવાર કરાવી હતી.
જે અંગે ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસમાં સ્પેશિયલ કોર્ટમાં એમ.કે. ભટ્ટની કોર્ટમાં ચાલી જતા અદાલતે 16 જેટલા સાક્ષીઓ, દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલો સાંભળી હતી. બંને પક્ષોની દલીલો, પુરાવાઓ ધ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠરાવી આઈપીસી કલમ 363 મુજબ ત્રણ વર્ષની સજા તથા રૂા.2000 દંડ કલમ 366 મુજબ પાંચ વર્ષની સજા તથા રૂા.2000 દંડ અને 376(3) મુજબ 20 વર્ષની સજા તથા રૂા.5000 દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા તેમજ દંની રકમ ભોગ બનનારને અપવી તથા કમ્પનસેશનના રૂા.એક લાખ ભોગ બનનારને ચૂકવવા સ્પેશિયલ કોર્ટમં એમ.કે. ભટ્ટ એ હુકમ કર્યો છે. અ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયેલ હતા. આ કામના આરોપી સામે આ અગાઉ પણ 376 મુજબનો ગુનો નોંધાયેલ હતો.