રકતચંદન અપાવતો લાલ સોનુ ગણાતા લાલ ચંદનની સૌથી અદ્યતન જંગલની ટેકરીઓ શોષાચલમ જંગલમાં ફસાયેલુ છે જેનો મોટાભાગનો હિસ્સો પર્વતીય વિસ્તરા છે.

ભારતમાં ખુણે ખુણે ચર્ચાયેલી ફિલ્મ ‘પુષ્પા’ જેનો રેકોર્ડબ્રેક કમાણી અને ‘લાલ ચંદન’ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે પુષ્પામાં બતાવેલું લાલ ચંદન ભારતમાં કયા જોવા મળે છે ?? અને તેની ખરેખર કિંમત કેટલી ??? કરોડોમાં વેંચાતુ લાલ સોનુ કેમ લુપ્ત થવાન આરે જાણીએ.
લાલ ચંદનના લાકડાની દાણચોરી પર આધારિત છે ફિલ્મ પુષ્પા ત્યારે ભારતમાં આ લાલ ચંદન આંધપ્રદેશના શૈષાચલમ જંગલમાં જોવા મળે છે. આ જંગલ કડપા અને તિરુપતિ જીલ્લામાં ફેલાયેલું છે. જેને લાલ ચંદનની દાણચોરીનો ગઢ માનવામાં આવે છે. અહીંથી નીકળતું ચંદન ચીન, જાપાન અને રશિયા જેવા દેશોમાં મોકલવામાં આવે છે. જ્યાં તેનો ઉપયોગ સંગીતના સાધનો, દવાઓ અને ફર્નિચર બનાવવામાં થાય છે. વાસ્તવમાં ચંદનની કિંમત પ્રતિકિલો 50 થી 70 હજાર રૂપિયા સુધીની હોય છે. પરંતુ વૈશ્ર્વિક બજારમાં એક કિલોના 1 થી 2 લાખ ચંદનના વૃક્ષો કાપવા અને તેની નિકાસ પર સંપુર્ણપણે પ્રતિબંધ મુકયો છે.
શૌષાચલમ જંગલ 5 લાખ હેકટરમાં ફેલાયેલું છે. આ પર્વતીય વિસ્તારમાં દેશનું શ્રેષ્ઠ ગુણવતવાાળુ લાલ ચંદન જોવા મળે છે. આ ચંદન એટલું દુર્લભ છે કે તેના રક્ષણ માટે ટાસ્ક ફોર્સના કર્મચારીઓ તૈનાત છે. દાણચોરી અને અન્ય કારણોસર વૃક્ષોની સંખ્યામાં 50% થી વધુ ઘટાડો થયો છે. શરૂઆતમાં ચંદનનો ઉપયોગ દેવી દેવતાઓના ચિત્રો બનાવવામાં અને બોકસ બનાવવા થતો હતો. પરંતુ 1994 માં આંધ્ર સરકારે તેને કાપવા રાજ્યની બહાર લઇ જવ પર પ્રતિબંધ મૂકયો હતો.
જંગલોના કાપણી, દાણચોરી અને પાકતી ખેતીની કારણે લાલચંદન લુપ્ત થવાના આરે છે. ચંદનના ઝાડને સંપૂર્ણ પરિપકવ થવામાં લગભગ 40-50 વર્ષ લાગે છે. નફો કમાવવાના હેતુથી ગેરકાયદેસર કાપણી ચાલુ રહે છે. આ કારણોસર આ લાલ ચંદન લુપ્ત થવાના આરે છે.