જામનગર તાલુકાની સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં અદાલત દ્વારા આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. ભોગ બનનારને રૂપિયા બે લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ ફરિયાદીની 16 વર્ષ અને 6 માસવાળી ઉપર તેમના જ પાડોશમાં રહેતો પરિણી યુવાન ફિરોઝભાઇ ગનીભાઇ ચમડિયા ભોગ બનનાર તેણીના ઘરે એકલી હોય તે દરમ્યાન આવી સગીરાની ઇચ્છા વિરૂદ્ધ બળજબરીથી અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો. આ અંગે સગીરાએ તેના માતા-પિતાને વાત કરતાં તેણીના પિતા દ્વારા આરોપી વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા આરોપી ફિરોઝની પોલીસ દ્વારા ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યો હતો.
આ કેસ ચાલતા દલીલો તથા રજૂઆતો ઘ્યાને લઇ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ વી. પી. અગ્રવાલએ આરોપી ફિરોઝ ગનીભાઇ ચમડિયાને દસ વર્ષની કેદની સજા તથા દંડનો હુકમ કર્યો હતો. આ કેસમાં ભોગ બનનાર પીડિતાને રૂપિયા બે લાખ ચૂકવવા પણ હુકમ કર્યો હતો.
આ કેસમાં ફરિયાદી તરફે વકિલ કિરણભાઇ બગડા, જયન ડી. ગણાત્રા તથા પાર્થ કિરણભાઇ બગડા રોકાયા હતા.