Sunday, October 13, 2024
Homeરાજ્યગુજરાતધોળકા નજીક ગમખ્વાર અકસ્માત : પાંચના મોત

ધોળકા નજીક ગમખ્વાર અકસ્માત : પાંચના મોત

પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહેલાં ખંભાતના પરિવારને નડયો અકસ્માત : ટેન્કર સાથે ધડાકાભેર અથડાઇ પડી કાર

- Advertisement -

ભાવનગર વટામણ હાઈવે પર શનિવારે પરોઢીયે ઈકો વાન અને ટેન્કર વચ્ચે ગમખ્વાસ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ખંભાતના વતની પરિવારના પાંચનાં મોત થયા હતા. અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક વલાણા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો.ખંભાતનો પરિવાર પાલિતાણા પરિક્રમા કરીને વતન પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. 8 લોકો વાનમાં સવાર હતા અને તે રોંગ સાઈડમાંથી પસાર થઈ રહી હતી ત્યારે જ ટેન્કર સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી.

- Advertisement -

aksmat

આ કસ્માતને પગલે પાંચ લોકોના મોત થયા હતા. કોઠ પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એકનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું. ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી અને તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે પાંચ વાગ્યે અકસ્માત સર્જાયો હતો. વલાણા ગામ નજીક વાન રોંગ સાઈડમાંથી પસાર થતી હતી ત્યારે ટેન્ક સાથે ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મૃતદેહો બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મૃતકો આણંદ જિલ્લાના ખંભાતના વતની હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે. મૃતોકમાં બે મહિલાનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular