જામનગરમાં ઠેબા ચોકડી નજીક આવેલા સરદાર પાર્ક વિસ્તારમાં રહેતો યુવાન કામધંધેથી પરત ઘરે આવતાં નાકમાંથી લોહી નીકળતાં બેશુઘ્ધ થઇ જતાં સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગર નજીક આવેલા ઠેબા ચોકડી નજીકના સરદાર પાર્કમાં રહેતો નિરવભાઇ ભીખુભાઇ શુકલા નામનો 27 વર્ષનો યુવાન શનિવારે વહેલી સવારના સમયે કામધંધેથી તેના ઘરે પરત ફર્યો હતો. તે દરમ્યાન બેશુઘ્ધ થઇ જતાં નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું રવિવારે બપોરે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ મીહિર દ્વારા જાણ કરવામાં આવતાં હે.કો. બી. એચ. લાંબરિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.