Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરભાણવડ નજીક બાઈક અને બોલેરો અથડાતા યુવાનનું મોત

ભાણવડ નજીક બાઈક અને બોલેરો અથડાતા યુવાનનું મોત

મોટાભાઈની નજર સમક્ષ નાનાભાઈનું મૃત્યુ : મોટાભાઈને ગંભીર ઈજા : સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

ભાણવડ નજીક ત્રણ પાટીયા હાઈ-વે માર્ગ ઉપર બોલેરો અને બાઈક સામસામે અથડાતા સગાભાઈની નજર સામે જ નાના ભાઈનું મોત થતા ગમગીની છવાઈ છે. મરનારના મોટાભાઈને પણ અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. મૃતક શિવા ગામનો હોવાનું તપાસમાં જાહેર થયું છે.

- Advertisement -

અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ, તાલુકાના શિવા ગામે વસવાટ કરતા દલવાડી પ્રવિણભાઈ સોનગરા અને તેના મોટાભાઈ નરશીભાઈ સોનગરા બાઈક ઉપર સવારી કરી રહ્યા હતાં તે દરમિયાન ચોવીસ કલાક નાના મોટા વાહનોથી ધમધમતા ત્રણ પાટીયા હાઈવે માર્ગ ઉપર બોલેરો ગાડી સામેથી આવી રહી હતી. આમ બોલેરો અને બાઈક સામસામે અથડાતા બાઈક ઉપર સવાર પ્રવિણભાઈ સોનગરા દલવાડીને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સ્થળ ઉપર જ તેનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે તેના મોટાભાઈ નરશીભાઈ સોનગરાને પણ ઈજા થવાથી તેને 108 મારફત ભાણવડ સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવની જાણ થતા પોલીસ ત્રણ પાટીયા દોડી હતી અને મૃતકની લાશનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular