Tuesday, September 29, 2026
Homeરાજ્યજામનગરકાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતી ડેરી પર એસઓજીની રેડ - VIDEO

કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતી ડેરી પર એસઓજીની રેડ – VIDEO

નકલી દૂધ મામલે પોલીસની કાર્યવાહી

- Advertisement -

કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના સ્થળે એસઓજીની કાર્યવાહી,રેડ દરમિયાન આશરે ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું. ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ બનાવવાનો પાવડર પણ ઝડપાયો. શિતળા માતાજીના મંદિર પાસે કપુરીયાના કાંઠે આવેલા રહેણાંક મકાનમાં કાર્યવાહી. જાલાસણ ગામના કાનજીભાઈ ઉર્ફે કાનો દેપાળભાઈ માલાણીના ઘરે રેડ કરાઈ. મકાનમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું ચાલુ હોવાની બાતમી મળી હતી. એસઓજી સ્ટાફે બાતમીના આધારે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને જાણ કરી સ્થળ પર બોલાવવામાં આવ્યા. ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ દૂધના જરૂરી સેમ્પલ લીધા. શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી અને પાવડરનો જથ્થો કબજે કરવામાં આવ્યો. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શંકાસ્પદ દૂધનો જથ્થો નાશ કરાયો. માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નિકાલ કરવામાં આવ્યો. ધંધાર્થી સામે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular