Monday, September 28, 2026
Homeરાજ્યહાલારગાળો કાઢી ધમકી આપતા વૃઘ્ધનો આપઘાતનો પ્રયાસ

ગાળો કાઢી ધમકી આપતા વૃઘ્ધનો આપઘાતનો પ્રયાસ

લાલપુર તાલુકાના રાશનપર ગામમાં રહેતા ખેડૂત વૃઘ્ધને બે શખ્સોએ ગાળો કાઢી ધમકી આપતા દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવમાં વૃઘ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના રાશનપર ગામમાં રહેતા અને ખેતી કરતા લધુભા રાવતસંગ સોઢા (ઉ.વ.60) નામના વૃઘ્ધને રાશનપર ગામ ખાતે આવેલી દાવલશાપીરની જગ્યામાંથી ભાગ લેવા માટે દ્વારકા જિલ્લાના ખંભાળિયાના શીદુ માયાણી અને સોનલ ઉર્ફે હુશેનાબેન નામના બન્ને શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપતા વૃઘ્ધે ઘાસ બાવળાની દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વૃઘ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. એસ.ડી. જાડેજા તથા સ્ટાફે વૃઘ્ધના નિવેદનના આધારે બે શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular