જામનગર શહેરમાં હાપા માર્કેટીંગ યાર્ડ નજીકના રસ્તા પર યુવાને અગમ્યકારણસ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જામનગરમાં એસટી બસ સ્ટેન્ડ પાસેથી બેશુધ્ધ હાલતમાં મળી આવેલા ભીક્ષુક જેવા પુરૂષનું મોત નિપજ્યું હતું.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ઢીચડા રોડ પર મહાદેવ ગલીની પાછળ તીરૂપતિ – 2 માં રહેતા અને બકાલાનો વ્યવસાય કરતા કિરીટભાઈ બટુકભાઇ સોલંકી (ઉ.વ.45) નામના દેવીપુજક યુવાને અગમ્યકારણોસર મંગળવારે બપોરના સમયે હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર નવા રસ્તા પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત ન નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોઅ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર અમિતભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.એ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં એસ.ટી. બસ સ્ટેન્ડ સામેના રોડ પર આશરે 40 વર્ષનો ભિક્ષુક યુવાન બીમારીના કારણે બેશુદ્ધ થઈ જતાં શંકરભાઈ દ્વારા જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે પીએસઆઈ ડી જી રામાનુજ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.