Friday, March 29, 2024
Homeવિડિઓભૂચર મોરીના શહીદવન ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ - VIDEO

ભૂચર મોરીના શહીદવન ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ – VIDEO

- Advertisement -

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આગામી તા.21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે જામનગર જિલ્લાના વિવિધ ઐતિહાસિક સ્થળોએ યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ધ્રોલ તાલુકાના ભૂચરમોરી શહીદવન ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. યોગ ટ્રેનર દ્વારા મહાનુભાવોનું તિલક અને ચોખાથી સ્વાગત કર્યા બાદ દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. કોચ મીનાબેન, દિપ્તીબેન, નીતાબેન અને અરવિંદભાઈ દ્વારા યોગ કરાવાયા હતાં. જેમાં સો થી વધુ યોગસાધકો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા ભાજપા ઉપપ્રમુખ જીવાણીભાઈ, શિક્ષણ સમિતિના પ્રમુખ ગજુભા જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત જામનગરના સભ્ય મનસુભાઈ ચભાડિયા, ધ્રોલ ભાજપા પ્રમુખ નવલભાઈ મુંગરા, તાલુકા પંચાયત ધ્રોલ પ્રમુખ ગીતાબા જાડેજા, ધ્રોલ તાલુકા ઉપપ્રમુખ જેન્તીભાઈ કગથરા, શહેર પ્રમુખ સમીરભાઈ શુકલ, જોડિયા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ દલસાણિયા, કાનાણીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા તથા ધારાસભ્ય મેઘજીભાઈ એ યોગાસનો અને પ્રાણાયામો કરી લોકોને દરરોજ નિરોગી રહેવા માટે જીવનમાં યોગ અપનાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વાંકીયા ગામના યોગ ટ્રેનરની તાલીમ શિબિરના સર્ટીફિકેટ મીનાબેન, માલતીબેન, લીલાબેન વગેરેને મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતાં તેમ જામનગર જિલ્લા કો-ઓર્ડીનેટરની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular