Thursday, March 28, 2024
Homeઆંતરરાષ્ટ્રીયકતારમાં ઊંટની અનોખી સૌંદર્ય સ્પર્ધા યોજાઇ

કતારમાં ઊંટની અનોખી સૌંદર્ય સ્પર્ધા યોજાઇ

700થી વધુ ઊંટોએ ભાગ લીધો : વિજેતા ઊંટના માલિકને રૂા. 45 લાખનું ઇનામ

- Advertisement -

કતારમાં ફિફા વર્લ્ડ કપ જ નહીં પરંતુ વધુ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ જેણે મોટી સંખ્યામાં લોકોને પોતાની તરફ આકર્ષિક કર્યા છે. અહીં ઊંટની અનોખી બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ. આ સ્પર્ધામાં વિશ્વના સૌથી સુંદર ઊંટને વિજેતા પસંદ કરવામાં આવ્યા. આ સ્પર્ધા અમુક દિવસો સુધી ચાલી અને આખરે વિજેતાની જાહેરાત થતા તે પૂર્ણ થઈ. આ સ્પર્ધામાં 700થી વધારે ઊંટોએ ભાગ લીધો.

- Advertisement -

કતાર કેમલ જાએન ક્લબના અધ્યક્ષ હમાદ જબેર અલ અથબા અનુસાર આ આઈડિયા બિલકુલ વર્લ્ડ કપ જેવો જ છે. અહીં ઊંટોનું બ્યુટી વર્લ્ડ કપ આયોજિત કરવામાં આવ્યુ છે. આ સમગ્ર ઈવેન્ટ દરમિયાન આયોજન કરનારી ટીમ એ વાતનો ખ્યાલ રાખે છે કે કોઈ પણ વ્યક્તિ આમાં અપ્રમાણિકતા કરી ના શકે. આ કાર્યક્રમ સમગ્ર મધ્ય પૂર્વમાં નિયમિતરીતે આયોજિત કરવામાં આવે છે જ્યાં પેઢીઓથી લોકોનો ઊંટો સાથે જોડાણ રહ્યુ છે. આ ઈવેન્ટમાં સૌથી વધારે દૂધ આપનારા ઊંટની પણ પસંદગી થાય છે અને તેને ઈનામ આપવામાં આવે છે.

આ ઈવેન્ટમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાનના ઊંટને ટ્રોફી આપવામાં આવે છે. તેમના માલિકોને ઈનામ તરીકે રોકડ રકમ આપવામાં આવે છે. નાજા નામના ઊંટને પહેલુ સ્થાન મળ્યુ જે બાદ તેના માલિકને 200,000 કતરી રિયાલ (44,72,484 રૂપિયા) કમાયા. બીજી તરફ સૌથી વધુ દૂધ આપનારા ઊંટના માલિકને 15,000 રિયાલ મળ્યા.
આ બ્યુટી કોન્ટેસ્ટ પહેલા ઊંટોની પણ તપાસ કરવામાં આવે છે. એ વાતનો ટેસ્ટ કરવામાં આવે છે કે આ કોન્ટેસ્ટના ઊંટોની કોસ્મેટિક સર્જરી તો થઈ નથી ને. એવુ જોવા મળ્યુ છે કે અમુક ઊંટ માલિક પોતાના ઊંટને બોટોક્સ, ફિલર્સ અને સિલિકન આપે છે. સાઉદી અરેબિયામાં આયોજિત આ ઈવેન્ટમાં ગયા વર્ષે કોસ્મેટિક પરિવર્તનના કારણે અમુક ઊંટોને અયોગ્ય જાહેક કરી દેવાયા હતા.

- Advertisement -

આ સ્પર્ધામાં ખાડી દેશોના પ્રતિભાગી સામેલ થાય છે અને ઊંટોની ઉંમર અને તેમની જાતિના આધારે અલગ-અલગ સ્પર્ધાઓમાં ભાગ લે છે. અથબા જણાવે છે કે આ સ્પર્ધામાં ઊંટોની સુંદરતાને અલગ-અલગ માપદંડો પર માપવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાળા ઊંટોને શરીરના આકાર, તેમના માથા અને કાન અનુસાર આંકવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular