Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરભૂતાનમાં કરાટેમાં વિજેતા થયેલ જામનગરના ખેલાડીનો રોડ-શો - VIDEO

ભૂતાનમાં કરાટેમાં વિજેતા થયેલ જામનગરના ખેલાડીનો રોડ-શો – VIDEO

- Advertisement -

ભૂતાનમાં યોજાયેલ કરાટે ચેમ્પિયનશીપમાં જામનગરના ખેલાડીએ વિજય મેળવી જામનગર પરત ફરતાં જામનગર ખાતે રોડ-શો યોજી તેનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ભૂતાનમાં 6 દેશો વચ્ચે સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશીપ યોજાઇ હતી. જેમાં જામનગરમાં ચાલતા સિંહાન નિતેશ મકવાણાના લાયન્સ કરાટે કલબની જીલ મકવાણાએ ત્રીજો નંબર મેળવી જામનગર સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. જામનગરને ગૌરવ અપાવનાર જીલ મકવાણા જામનગર પહોંચતાં લાયન્સ કરાટે કલબ દ્વારા રોડ-શો યોજી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યોગ ગુરુ અને પીઇએફઆઇ જામનગરના પ્રમુખ પ્રિતીબેન શુકલા, પીએસઆઇ રહી ચૂકેલા હસમુખ ગોહિલ, અકિલાના રિર્પોટર મુકુંદ બદિયાણી, જામનગર વાડોકાઇ કરાટેના પ્રમુખ સેન્સેઇ પારસ અરાનયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. માતા દક્ષા મકવાણા અને પિતા નિતેશ મકવાણાના આશિર્વાદ અને જામનગરની એમ.એસ. સોઢા સ્કૂલને પણ સફળતાનો શ્રેય આપ્યો હતો. આ સિધ્ધિ મેળવનાર જીલ મકવાણાને પિહુ શાહે પણ પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમ દિલ્હી ખાતે હોઇ શુભેચ્છા સંદેશ સાથે અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular