જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 વિસ્તારમાંથી પોલીસે એકટીવાની તલાસી લેતા તેમાંથી રૂા.10,000 ની કિંમતની દારૂની બોટલો મળી આવતા નાશી ગયેલા બુટલેગરની શોધખોળ આરંભી હતી. જામનગર જિલ્લાના નાની ખાવડી ગામમાંથી પોલીસે રીક્ષાને આંતરી તલાસી લેતા શખ્સને 10 બોટલ દારૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 માં આશાપુરાના મંદિર પાસે પાર્ક કરેલા એકટીવામાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે એકટીવાની તલાસી લેતા તેમાંથી રૂા.10000 ની કિંમતની ઇંગ્લીશ દારૂની 20 બોટલ મળી આવતા પોલીસે દારૂ અને એકટીવા મળી કુલ રૂા.25,000 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા કેતન ઉર્ફે ખેતો નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાંથી પસાર થતા જીજે-10-ટીડબલ્યુ-9773 નંબરના સીએનજી રીક્ષાને સીક્કા પોલીસે આંતરીને તલાસી લેતા ચાલક કિરીટસિંહ જેમલજી દેદા પાસેથી રૂા.5000 ની કિંમતની દારૂની 10 બોટલો અને પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ મળી આવતા પોલીસે કિરીટસિંહની ધરપકડ કરી બે લાખની રીક્ષા મળી કુલ રૂા.2,10,000 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં યુવરાજસિંહ કિરીટસિંહ દેદાની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા જયેન્દ્ર ઉર્ફે જયેશ શશીકાંત બદાણી નામના રાજકોટના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા કાલાવડ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી.