જામનગર તાલુકાના અલિયાબાળા મુકામે બહેનો ને સ્વનિર્ભર થવા માટે તા. 20 ના રોજ રેંટીયા કાતંણ તથા અન્ય સ્વરોજગારી માટે નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાયૅક્રમ માં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સમિતિના વાઇસ ચેરમેન કણૅદેવસિહ જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવાર, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રસિંહ જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ આગેવાન તુલસીદાસ પરમાર, જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ નસિમબેન, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પુજાબા જાડેજા દ્વારા બહેનો ને સ્વનિર્ભર નાં કાયૅક્રમ અંગે માગૅદશૅન તથા સંચાલન અને સંકલન કરવામાં આવ્યું હતું.