Wednesday, March 22, 2023
Homeરાષ્ટ્રીયસોશિયલ મીડિયાના યુગમાં સત્યનો શિકાર : ચંદ્રચુડ

સોશિયલ મીડિયાના યુગમાં સત્યનો શિકાર : ચંદ્રચુડ

- Advertisement -

ભારતનું બંધારણ ગ્લોબલ અને લોકલનું અદભૂત તાલમેલ ધરાવે છે. આપણું બંધારણ અને તેની મૂળ ભાવનાઓને અનેક દેશોએ તેમના બંધારણનું આધાર બનાવ્યું છે. આ વિચાર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડે અમેરિકન બાર એસોસિએશનની ત્રણ દિવસની કોન્ફરન્સનું ઉદઘાટન કરતી વખતે વ્યક્ત કર્યા. ક્ધવર્ઝન્સ ઓફ ઈન્ડિયા એન્ડ ધ વેસ્ટ’ હતો. સીજેઆઇએ સોશિયલ મીડિયા અંગે કહ્યું કે જુઠ્ઠાં સમાચારોના દોરમાં સત્યનો જ શિકાર થઈ ગયો છે. તમે જે કંઈ કરો છો તેના માટે તમને કોઈ એવી વ્યક્તિ દ્વારા ટ્રોલ કરવાનું જોખમ રહે છે જે તમારાથી સંમત નથી. લોકોમાં ધીરજ અને સહનશીલતાનો અભાવ વધી ગયો છે.

- Advertisement -

બંધારણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જ્યારે તેનો મુસદ્દો તૈયાર કરાયો હતો તો બંધારણ નિર્માતાઓને એ ખબર નહોતું કે આપણે કઈ દિશામાં વિકસિત થઈશું. તે સમયે કોઈ પ્રાઈવસી, ઈન્ટરનેટ, એલ્ગોરિધમ અને સોશિયલ મીડિયા ઉપલબ્ધ નહોતું. સીજેઆઈએ કહ્યું કે વૈશ્ર્વિકરણે પોતાના જ અસંતોષને જન્મ આપ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular