Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુરના પાટણ નજીકથી ગાંજાનું વેંચાણ કરતો શખ્સ ઝડપાયો

જામજોધપુરના પાટણ નજીકથી ગાંજાનું વેંચાણ કરતો શખ્સ ઝડપાયો

શહેર-જિલ્લામાં ગંભીર રીતે વધી રહેલું નશીલા પદાર્થનું વેંચાણ: સમયાંતરે દરિયાકિનારેથી નશીલા પદાર્થની થતી હેરાફેરી : સ્થાનિક પોલીસે 330 ગ્રામ ગાંજો કબ્જે કર્યો

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી નશીલા પદાર્થોનું બેરોકટોક વેચાણ કરાતું હોવાની ઘટનાઓ પોલીસ દફતરે સમયાંતરે નોંધાતી રહે છે. જે ગંભીર બાબતે છે. હાલમાં જ જામનગર શહેર-જિલ્લામાંથી નશીલા પદાર્થ સાથે શખ્સને ઝડપી લેવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે જામજોધપુર તાલુકાના પાટણ ગામથી ગંગાજળિયા નેશ તરફ જવાના માર્ગ પર ગેરકાયદેસર ગાંજાનું વેંચાણ કરતા શખ્સને સ્થાનિક પોલીસે દબોચી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા હાલારમાંથી સમયાંતરે નશીલા પદાર્થની હેરાફેરી અને વેંચાણ કરાતું હોવાની ઘટનાઓ સમયાંતરે પોલીસ ચોપડે જાહેર થતી રહે છે. જિલ્લામાં નશીલા પદાર્થનું વધતું જતું વેંચાણ પોલીસ માટે પડકારરૂપ બની રહ્યું છે. સાથે સાથે જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પણ આવા નશીલા પદાર્થનું વેંચાણ થતું હોય છે. જો કે, પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે છે પરંતુ, ગુનેગારોની હિંમત સતત વધતી જાય છે અને શહેરના મધ્યમ વર્ગના રહેણાંક વિસ્તારોમાં પણ ધીમે ધીમે આ દૂષણ ફેલાઈ ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ નશીલા પદાર્થથી યુવાઓની જિંદગી બરબાદ થઈ જાય છે અને યુવાનો આ નશીલા પદાર્થના રવાડે ચડયા પછી પોતાના હાથે જ પોતાની જીંદગી બરબાદ કરી નાખતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા ખાસ અભિયાન અંતર્ગત ડ્રગ્સનું દૂષણ ડામવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ, આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે. પરંતુ, તેની સામે જિલ્લામાં નશીલા પદાર્થનું વેંચાણ પણ વધી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

દરમિયાન જામજોધપુર તાલુકાના પાટણ ગામથી ગંગાજળિયાનેશ તરફ જવાના માર્ગ પર એક શખ્સ ગાંજાનું વેંચાણ કરતો હોવાની પો.કો.નવલ આસણી અને મયુરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પીઆઈ વાય.જે.વાઘેલા, પીએસઆઈ એમ.એલ. ઓડેદરા, એએસઆઈ હરેશ પરમાર, હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, પો.કો.મનહરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, નવલભાઈ આસાણી, કૌશીકભાઈ કાંબરીયા, ભગીરથસિંહ જાડેજા, મેઘરાજસિંહ જાડેજા, દેવજીભાઈ બાર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન મેરખી જેતા મુસાર નામના શખ્સને રૂા.3300 ની કિંમતના 330 ગ્રામ વનસ્પતિજન્ય નશાકારક પદાર્થ ગાંજા સાથે ઝડપી લઇ મેરખી વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી પુછપરછ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular