Tuesday, December 3, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુરના શ્રમિક પરિવારને બે વ્યાજખોરો દ્વારા અવાર-નવાર ધમકીઓ

જામજોધપુરના શ્રમિક પરિવારને બે વ્યાજખોરો દ્વારા અવાર-નવાર ધમકીઓ

મજૂરી કામ કરતા પુત્રએ તેના સંતાનોના અભ્યાસ ખર્ચ માટે રૂા.75000 લીધા : બંને વ્યાજખોરોને વ્યાજ સહિત દોઢ લાખ ચૂકવી દીધા : વધુ વ્યાજની 5ઠાણી ઉઘરાણી કરી ગાળો કાઢી ધમકીઓ: વ્યાજખોરોથી ત્રસ્ત પ્રૌઢા દ્વારા પોલીસ ફરિયાદ

- Advertisement -

જામજોધપુર ગામના ગંજીવાડામાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાને તેના સંતાનોના અભ્યાસ માટે લીધેલા 75 હજારનું વ્યાજ સહિત દોઢ લાખ ચૂકવી દીધું છતાં બે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી યુવાનની માતા અને તેના પુત્રને ફોન પર ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરીનું દુષણ ડામવા માટે નવો કાયદો અમલમાં મૂકયા બાદ રાજ્યમાં વ્યાજખોર સામે ફરિયાદોનો ધોધ ચાલુ થઈ ગયો છે અને રાજ્યમાં દરરોજ જુદા જુદા પોલીસ મથકે વ્યાજખોરો સામે અનેક ફરિયાદો થઈ રહી છે. તેમ છતાં આ દુષણ ડામવામાં સરકારને જોઇએ તેવી સફળતા મળી નથી. જામનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લાં થોડા સમયથી વ્યાજખોરી ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને લોકોને સરળતાથી લોન મળે તેવા આયોજન પણ બેંક સાથે મળીને કરવામાં આવે છે. જેના કારણે લોકો વ્યાજખોરોથી દૂર રહી સરળતાથી લોનના હપ્તા ભરી શકે પરંતુ, તેમ છતાં લોકો વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં લેવા જતાં હોય છે. આવી જ વધુ એક ફરિયાદની વિગત મુજબ, જામજોધપુરના ગંજીવાડામાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાને તેના ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે સંતાનોના અભ્યાસના ખર્ચ માટે ધ્રાફાના પૃથ્વીરાજસિંહ પાસેથી 40 હજાર અને હોથીજી ખડબાના રામદે બારડ પાસેથી રૂા.35 હજાર ઉછીના લીધા હતાં.

મજૂરી કામ કરતા યુવાને આ બંને રકમના વ્યાજ સહિત દોઢ લાખની રકમ ચૂકવી દીધી હોવા છતાં બંને વ્યાજખોરો દ્વારા અવાર-નવાર પઠાણી ઉઘરાણી કરી યુવાન અને તેની માતા અને સંતાનોને રૂબરૂમાં તેમજ ફોન પર ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપતા હતાં. વ્યાજખોરો દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને રંજનબેન કાંતિભાઈ વરાણીયા નામના પ્રૌઢાએ બંને વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular