View this post on Instagram
દિવાળીનો પર્વએ સૌના જીવનમાં પ્રકાશ લઈને આવે છે. ઉજાસ અને પ્રકાશના આ પર્વ પર ફટાકડા ફોડવાનો અનેરો ઉત્સાહ હોય છે ત્યારે આ ઉત્સાહને શોકમાં ફેરવતો એક બનાવ હૈદરાબાદમાં સર્જાયો હતો.
હૈદરાબાદના ગીચ વસ્તીવાળા એક વિસ્તારમાં ફટાકડાની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. ત્યારે ચારે તરફ અફડાતફડી મચી હતી. આડેધડ ફટાકડા ફૂટતા કર્મચારીઓ બચવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. અહેવાલ મુજબ આસપાસ પાર્ક કરેલ સાત જેટલી કાર બળીને ખાખ થઇ ગઈ હતી. અનેક લોકોને ઈજા પહોચી હતી. લોકો સલામત સ્થળે પહોચવા માટે નાસભાગ કરી રહ્યા હતા, જોકે હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી પરંતુ જીવતા બોમ્બ જેવી આ દુકાનો લોકો માટે કેટલી સુરક્ષિત છે તે વિચારવાજેવો પ્રશ્ન છે.