Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ગોકુલનગરમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

જામનગરના ગોકુલનગરમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

સીટી સી ડીવીઝન પોલીસે રૂા.57,160 ના મુદ્દામાલ કબ્જે કર્યો : મોબાઇલધારકની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મુંબઇ ઈન્ડીયન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાતી મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને રૂા.57,160 ના મુદ્દામાલ સાથે સીટી સી ડીવીઝન પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં ક્રિકેટનો સટ્ટો રમાડવાની બાબત સામાન્ય બની ગઈ છે. ઠેક ઠેકાણે જૂગારના હાટડાઓ ખુલ્લી ગયા છે. દેશમાં રમાતી આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રવિવારે મુંબઇ ઈન્ડીયન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાતી ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં રન ફેર અને પૈસાની હારજીત કરતા હોવાની પો.કો. હરદીપ બારડ, યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ પી.એલ.વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા તથા સ્ટાફે રેઈડ દરમિયાન ગોકુલનગર રડાર રોડ, સાયોના શેરી સામેથી ભરત પાલાભાઈ અશ્ર્વાર નામના શખ્સને દબોચી લઇ તેમની પાસેથી રૂા.47,160 ની રોકડ રકમ, રૂા.10,000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.57,160 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા મો.નં.81419 82123 ધારકની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular